સસરાએ વિદાય સમયે વહુ સાથે જે કર્યું, આજીવન રહેશે યાદ, નહીં ભૂલી શકે એ નક્કી

દહેજ લોભીઓને અરીસો દેખાડતો કિસ્સો સામે આવ્યો છે. એક બિઝનેસમેન સસરાએ કોઈ પણ દહેજ લીધા વગર એક ખેડૂતની પુત્રીની સાથે પોતાના એન્જિનિયર પુત્રના લગ્ન કરાવ્યા હતા. તેનાથી પણ અચરજની વાત તો એ છેકે, તેમણે દુલ્હનની વિદાઈ દરમિયાન એક ઝગમગતી લક્ઝરી કાર તેને ગિફ્ટમાં આપી છે. સાથે જ આશીર્વાદ આપતા કહ્યુ કે, આ મારી સંસ્કારી વહુ છે, જેની આગળ દુનિયાની બધી જ દોલત ફીકી છે. તો વહુ પણ સાસરીવાળાનો આ પ્રેમ જોઈને ભાવુક થઈ ગઈ હતી. તો ચાલો જાણીએ આ અનોખા લગ્ન વિશે.

સમાજને રાહ ચિંધતો આ બનાવ ઉત્તર પ્રદેશનાં કાનપુરથી સામે આવ્યા છે. ભૌતીનાં રહેવાસી અર્પણ કુમાર ત્રિવેદી ગલ્લા કારોબારી અને ગન હાઉસના
માલિક છે. તેમણે પોતાના એન્જિનિયર પુત્ર આદર્શ રાજના લગ્ન ગામના જ ખેડૂત ચંદ્રમોહનની પુત્રી અંજલિ દ્વિવેદી સાથે નક્કી કર્યા.

મીડિયા રિપોર્ટસ મુજબ, અર્પણ કુમાર ત્રિવેદી દહેજના સખ્ત વિરોધી છે. એટલા માટે તેમણે છોકરી પક્ષ પાસે કોઈ પણ પ્રકારની માંગ કરી ન હતી. સાકેતનગર ગહોઈ ભવનમાં બંનેનાં ધામધૂમથી લગ્ન કરવામાં આવ્યા હતા.

જ્યારે દુલ્હનની વિદાઈ થઈ તો તેને ચમકતી નવી કારમાં બેસાડવામાં આવી હતી. સસરા અર્પણકુમારે પોતાની વહુને કારની ચાવી ભેટ આપીને આશીર્વાદ આપ્યા હતા. તે જોઈને આસપાસ ઉભેલા લોકો અચરજમાં પડી ગયા હતા.

લોકોએ પોતાની ઉત્સુકતા ઘટાડવા માટે અર્પણને પૂછ્યું તો તેમણે કહ્યુ કે, વહુથી વધીને કોઈ દહેજ હોતું નથી. સારી વહુ જાતે જ લક્ષ્મીનુ સ્વરૂપ હોય છે.

અર્પણ પોતાની વહુ અને તેના પરિવારનાં લોકોથી પહેલાંથી વાકેફ છે. તેઓએ કહ્યુ, અમારી વહુ સંસ્કારી છે. તેની આગળ બધી જ દોલત ફીકી છે.