માત્ર 87 રૂપિયામાં રાજકુમારોએ વેચી નાખ્યો મહેલ, રાજા ભરાયા રોષે ને કર્યો કેસ

બર્લિનમાં, એક રાજકુમારના પુત્રએ 135 રૂમોનો પૂર્વજોનો મહેલ ફક્ત 87 રૂપિયામાં વેચી દીધો. આ સાંભળીને તમે આશ્ચર્ય પામશો, પરંતુ તે સાચું છે. હવે આ મહેલને બચાવવા માટે, 66 વર્ષિય રાજકુમાર તેના 37 વર્ષીય પુત્ર સામે કોર્ટમાં ગયા છે.

વાસ્તવમાં, જર્મન શહેર હનોવરના પ્રિન્સ અર્ન્સ્ટ ઓગસ્ટે 2000માં તેમનો 135 રૂમનો મરીનબર્ગ પેલેસ તેમના પુત્ર અર્ન્સ્ટ ઓગસ્ટ જુનિયરને સોંપી દીધો હતો. તેમના પુત્ર ઓગસ્ટ જુનિયરએ વર્ષ 2018માં સરકારને માઈનબર્ગ પેલેસ છૂટના દરે વેચવાની જાહેરાત કરી હતી.

બાદ, અર્ન્સ્ટ ઓગસ્ટ જુનિયરે આ મહેલને ફક્ત એક યુરો (ફક્ત 87 રૂપિયા) માં વેચી દીધો હતો. તેણે તેની પાછળ તર્ક આપ્યુ હતુકે, મહેલમાં સમારકામ માટે 23 મિલિયન પાઉન્ડની જરૂર છે. પુત્રના આ નિર્ણય પછી હવે અર્ન્સ્ટ ઓગસ્ટ રાજમહેલને બચાવવા કાયદાનો આશરો લઇ રહ્યો છે અને તેણે તેના પુત્ર સામે કેસ દાખલ કર્યો છે. તેણે તેમના પુત્ર ઉપર ઘણા ગંભીર આક્ષેપો કર્યા છે અને મહેલમાં પરત આપવાની માંગ પણ કરી છે.

જણાવી દઈએ કે મરીનબર્ગ પેલેસ 1867માં બનાવવામાં આવ્યો હતો અને પ્રિન્સ અર્ન્સ્ટ ઓગસ્ટે વર્ષ 2000માં તેને તેના પુત્રને સોંપી દીધો હતો. રાજકુમારે ઓગસ્ટને કહ્યું હતું કે તેમના પુત્રએ તેમની સાથે છેતરપિંડી કરી હતી અને તેમની પીઠ પાછળ આ સોદો કર્યો હતો, જેની તેમને જાણ પણ નહોતી. તેમણે પુત્ર પર અધિકાર અને હિતોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે.

તેમણે કહ્યું કે, પુત્રના આ કૃત્યને કારણે, તેઓને ઓસ્ટ્રિયામાં એક લોજમાં રહેવાની ફરજ પડી છે અને માંદગી હોવા છતાં, નાણાકીય સહાય મળી રહી નથી. મળતી માહિતી મુજબ પ્રિન્સ અર્ન્સ્ટ ઓગસ્ટ નોવર રાજવંશ સાથે સંબંધ ધરાવે છે અને તે બ્રિટનની રાણી એલિઝાબેથનો દૂરનો પિતરાઈ ભાઈ છે.