લગ્નમાં લાલ પાનેતરમાં ખીલી ઉઠી ઉનડકટની નવવધૂ, વરરાજાનો આવો હતો ઠાઠમાઠ,

આણંદ: મંગળવારની રાતે ગુજરાતના સૌથી મોટા લક્ઝુરિયસ રિસોર્ટ એવા આણંદના મધુબન રિસોર્ટમાં ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ અને રિની લગ્નગ્રંથીથી જોડાયા હતાં. લગ્ન એકદમ પ્રાઈવેટ રાખવામાં આવ્યા હતાં. આ લગ્ન પ્રસંગે ખાસ લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. લેવિસ વેડિંગ બાદ રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સૌરાષ્ટ્રની ટીમના ઘણાં ખેલાડીઓ પણ હાજર રહ્યાં હતા જ્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેમ્બરોએ પણ હાજરી આપી હતી.

ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટ અને રિની લગ્નગ્રંથીથી જોડાયા હતાં. જેમાં મિત્રો અને નજીકના જ સગા-સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ લગ્નમાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. લગ્નની ઘણી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી જે હાલ ધૂમ મચાવી રહી છે.

લગ્નના એક દિવસ પહેલા જ જયદેવ અને રિનીની સંગીત સેરેમની યોજવામાં આવી હતી જેમાં જયદેવના મિત્રો જોવા મળ્યા હતાં. સંગીત સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

આ ઉપરાંત હલ્દી સેરેમની પણ યોજવામાં આવી હતી જેમાં જયદેવ અને રિની બન્નેએ યલો કલરના મેચિંગ કપડાં પહેર્યાં હતાં જેમાં બન્ને સુંદર લાગતા હતાં. હલ્દી સેરેમનીની પણ તસવીરો સામે આવી હતી.

જયદેવ ઉનડકટ અને રિનીના લગ્નમાં અભિનેત્રી ભક્તિ કુબાવત પણ હાજર રહી હતી. તેણે પોતાની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

જયદેવ અને રિનીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેમ્બર પણ હાજર રહ્યાં હતા જેમની તસવીરો સામે આવી હતી.

જયદેવ ઉનડકટની મંગેતર રિની વ્યવસાયે વકીલ છે. રિની અન જયદેવે 15 માર્ચ 2020ના રોજ સગાઈ કરી હતી જેની તસવીરો સોશિયલ મીડિયામાં સામે આવી હતી.

ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે કહ્યું હતું કે, મહેન્દ્ર સિંહ ધોનીને બોલિંગ કરતાં રિનીને પ્રપોઝ કરવામાં વધુ નર્વસ થયો હતો.

નોંધનીય છે કે, ચેતેશ્વર પુજારાએ જયદેવની મંગેતરના નામનો ખુલાસો કર્યો હતો. પુજારાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર લખ્યું હતું કે, પરિવારમાં તમારું સ્વાગત છે રિની. મને ખૂબ જ ખુશી છે કે મારા ભાઈ જયદેવ ઉનડકટને તેના જીવનનો પ્રેમ મળ્યો.

નવી દંપતીની તસવીર.