સામાન્ય પગારમાં કૂદતાં લોકો ખાસ વાંચે: કરોડોના માલિક રોડ પર સીતાફળ વેચે છે

ગુજરાતમાં ઘણા ગરીબ લોકો રસ્તા પર શાકભાજી કે ફળ વેચતા જોયા હશો. જોકે, કાર લઈને આવતા અને કરોડપતિ વ્યક્તિ જ્યારે રસ્તા પર બેસી ફળ વેચે ત્યારે લોકો જરૂર આશ્વર્યચકિત થઈ જાય છે. હા આવો જ એક કિસ્સો ભાવનગરમાં સામે આવ્યો છે. ભાવનગરના 87 વર્ષના ગેલાભાઈ પોતાની 17 લાખની કાર લઈને આવે છે અને રસ્તા પર બેસી સીતાફળ વેચે છે.

કારમાં સીતાફળ વેચવા નીકળે છે
ભાવનગરમાં રહેતા 87 વર્ષના ગેલાભાઈ છેલ્લા 15 વર્ષથી સીતાફળની ખેતી કરે છે. સીતફળની સાથે તે અલગ અલગ ફ્રૂટની ખેતી પણ કરે છે. સિઝનેબલ ફળની ખેતી કરતા ગેલાભાઈ વર્ષમાં જે ફળની ખેતી કરે છે તે કાર લઈને ભાવનગરના હાઈવે પર બેસી તે ફલ વેચે છે. હાલમાં સાતીફળની સિઝન હોવાથી પોતાની 17 લાખની એસયુવી કાર લઈને જઈ રસ્તા પર બેસી સીતાફળ વેચી રહ્યા છે.

ખેતી કરી કરોડોની સંપતિ બનાવી
ભાવનગરના ગેલભાઈએ ખેતીમાંથી પોતાની કરોડો રૂપિયાની સંપત્તિ બનાવી છે અને 87 વર્ષની ઉંમરે પણ આજે દાદા પોતાની ૧૭ લાખ રૂપિયાની કારમાં સીતાફળ ભરીને રોડ પર તેને વેચવા માટે જાય છે. દાદાનું માનવું છે કે જ્યાંર સુધી હાથ પગ ચાલે ત્યાર સુધી માણસે મહેનત કરવી જોઈએ.

સમય પસાર કરવા રસ્તા પર બેસી ફળ વેચે છે
87 વર્ષના ગેલાભાઈ આજે તેમના ખેતરમાં દાડમ અને સીતાફળની ખેતી કરે છે. દાદા પોતાનો ટાઈમ કાઢવા માટે જ્યારે દાડમની સિઝન હોય ત્યારે દાદા રસ્તા પર દાડમ વેચે છે અને સીતાફળની સિઝન હોય ત્યારે દાદા સીતાફળ વેચે છે.

કોઈપણ જાતની શરમ રાખ્યા વગર રોડ પર સીતાફળ વેચે છે
ગેલાભાઈએ જણાવ્યું હતું કે આજે કરોડપતિ છું તો પણ કોઈપણ જાતની શરમ રાખ્યા વગર રોડ પર સીતાફળ વેચું છે. કોઈપણ કામ નાનું નથી હોતું કહી ગેલાભાઈએ આજના યુવાનોને એક મોટી શીખ આપી રહ્યા છે.

17 લાખની કારમાં સીતાફળ ભરીને વેચવા આવે છે
ગેલાભાઈએ જણાવ્યું હતું કે, તમે જીવનમાં ગમે તેટલા સફળ બની જાઓ તમારે ક્યારેય ન ભૂલવી જોઈએ કે તમે ક્યાંથી આવો છો. તો તમે જીવનમાં હંમેશા સફળ થશો. હું પોતાની 17 લાખની એસયુવી કારમાં સીતાફળ ભરીએ રોડ પર વેચવા આવું છું.