પૂર્વ ક્રિકેટર શાહિદ અફરીદીની દીકરીને પ્રેમ કરે છે ફાસ્ટર બોલર શાહીન, ટૂંકમાં કરશે લગ્ન

ટી20 વર્લ્ડકપમાં ભારતનો કારમો પરાજય થયો છે. પાકિસ્તાનની જીતમાં તેના ફાસ્ટ બોલર શાહીન શાહ અફરીદીનો મહત્વનો રોલ રહ્યો છે. આ ફાસ્ટ બોલરે ખતરનાક બોલિંગથી પહેલી જ ઓવરમાં રોહિત શર્મા અને કે એલ રાહુલને આઉટ કર્યા હતા. જેથી ભારત શરૂઆતથી દબાણમાં આવી ગયું હતું. એટલું જ નહીં છેલ્લી ઓવરમાં વિરાટ કોહલીને પણ આઉટ કરીને ભારતને મોટો સ્કોર ઉભો કરવા દીધો નહોતો. ભારત સામે શાનદાર પ્રદર્શન કરનાર શાહીન શાહ અફરીદી કોણ છે? ઘણા ઓછા લોકોને ખબર હશે પણ શાહીન શાહ અફરીદી ટૂંક સમયમાં ભૂતપૂર્વ પાકિસ્તાની દિગ્ગજ ક્રિકેટર શાહિદ અફરીદીનો જમાઈ બનવાનો છે.

થોડાં સમય પહેલાં જ ચર્ચા હતી કે શાહિદ અફરીદીની દીકરી તથા ઝડપી બોલર શાહીન શાહ અફરીદી નિકાહ કરવાના છે.બંનેના પરિવાર આ નિકાહ માટે તૈયાર છે. ટૂંક સમયમાં શાહીદ તથા અક્સાની સગાઈ થવાની છે. શાહીનના પિતા અયાઝ ખાને આ અંગેની પુષ્ટિ પણ કરી હતી.

જોકે, હાલમાં શાહિદ તથા અક્સાનું નામ સો.મીડિયામાં છવાયેલું છે. શાહીને ઈદ પર એક નાનકડી બેબી સાથેની તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર થયા બાદ યુઝર્સે અલગ-અલગ સવાલો કર્યા હતા. શાહીને તસવીર શૅર કરીને કહ્યું હતું કે ઘરે રહેવાથી મગજ એકદમ ફ્રેશ થઈ જાય છે.

એક યુઝરે શાહીનને પૂછ્યું હતું કે ભાઈ તમારી તો હજી સુધી સગાઈ નથી થઈ અને આ બાળક કોનું છે. અન્ય એક યુઝરે સવાલ કર્યો હતો કે મિસિસ આફરીદી ક્યાં છે. વાત જો શાહીન તથા અક્સાની કરવામાં આવે તો શાહીનના પિતા અયાઝ ખાને કહ્યું હતું કે અક્સાનો અભ્યાસ પૂરો થશે, ત્યારબાદ જ બંનેના નિકાહ કરવામાં આવશે.

પાકિસ્તાનના પત્રકાર અહતિશામ ઉલ હકે સો.મીડિયામાં કહ્યું હતું કે શાહીદ અફરીદી ટૂંક સમયમાં શાહિદ અફરીદીનો જમાઈ બનવાનો છે.

બંને પરિવારને આ સંબંધ મંજૂર છે. ટૂંક સમયમાં બંનેની સગાઈ થશે અને બે વર્ષની અંદર નિકાહ કરવામાં આવશે.