‘કબીર સિંહ’ની પત્ની પહેરે છે આટલાં સસ્તા ડ્રેસ, લોકો કરી રહ્યાં છે આવી વાતો..!

શાહીદ કપૂરની લેડી લવ મરી કપૂર બોલિવૂડની બેસ્ટ ડ્રેસ્ટ સેલેબ્સ માનવામાં આવે છે. મીરાએ શાહીદની સાથે લગ્નના દિવસે ક્લિક કરાવેલ પહેલી ઓફિશિયલ તસવીરથી જ બધાંનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતું. મીરાએ તે સમયે પોતાના પિંક લહેંગાથી સ્પષ્ટ કરી દીધું હતું કે તેની ફેશન સેંસ બહુ સારી છે. આજ કારણે મીરા પોતાની ડ્રેસિંગ સ્ટાઈલના કારણે બધાંની વચ્ચે છવાઈ જાય છે.

કોઈ પાર્ટીમાં જવાનું હોય અથવા શાહીદની સાથે ડિનર નાઈટ હોય અથવા ફેમિલીની સાથે આઉટિંગ્સ હોય મીરા દરેક વખતે પોતાના ગ્લેમરસ લુક અને સ્ટાઈલથી બધાંને ઈન્પ્રેસ કરે છે. બુધવારે મીરાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની લેટેસ્ટ તસવીર શેર કરી હતી. આ તસવીરમાં તે મસાબા ગુપ્તા ક્રિએશનની ડ્રેસ કૈરા કરી હતી.

ડ્રેપ્ડ ડ્રેસ અડધો પટ્ટો બ્લેક હતો અને અડધો હાઈ સ્લિટની સાથે વ્હાઈટ હતો. ફૂલ સ્લીવ વાળા ડ્રેસમાં કાંડા સુધી રુફલ્સ બનેલા હતાં. મસાબાએ પોતાના ડ્રેસને એક નામ ‘રિફ્લેકશન લોંગ ડ્રેપ્ડ ડ્રેસ’ આપ્યું હતું. ડિઝાઈનરે મીરાની એક તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી અને કેપ્શનમાં લખ્યુ હતું કે, ગોવાથી એક સુંદર પોસ્ટકાર્ડ, @ mira.kapoor in @houseofmasaba.”

મીરાએ આ ડ્રેસને બહુ જ સ્ટાઈલની સાથે બનાવેલા હેર બન અને ડાર્ક લિપ શેડની સાથે કૈરી કર્યો હતો. આ ઉપરાંત મીરાના હેવી નેકપીસે તો તેની સ્ટાઈલને વધુ ગ્લેમરસ લુક બનાવી દીધો હતો. પરંતું શું તમે જાણો છો કે મીરાના આ ડ્રેસની કિંમત કેટલી હશે એ? મસાબાની ઓફિશિયલ વેબસાઈઠ પર આ ડ્રેસની કિંમત 9,999રૂપિયા મુકવામાં આવેલી છે.

તમને જણાવી દઈએ કે, મસાબા ક્રિએશનને બોલિવૂડની ઘણી હસ્તીઓ પસંદ કરે છે. કરીના કપૂર, કરિશ્મા કપૂર, શિલ્પા શેટ્ટી, વિદ્યા બાલન, કૃતિ સેનન અને સોનાક્ષી સિન્હા સહિત ઘણી હસ્તીઓ મસાબા ક્રિએશને બનેવાલ ડ્રેસમાં જોવા મળે છે.