વર્ષના છેલ્લાં દિવસે દરિયાકિનારે અનન્યા અને ઈશાનની મસ્તી, સામે આવી તસવીરો - Real Gujarat

વર્ષના છેલ્લાં દિવસે દરિયાકિનારે અનન્યા અને ઈશાનની મસ્તી, સામે આવી તસવીરો

ચંકી પાંડેની દિકરી અને એક્ટ્રેસ અનન્યા પાંડે હાલ માલદીવમાં પોતાના સો-કોલ્ડ બોયફ્રેન્ડ ઈશાન ખટ્ટર સાથે વેકેશન એન્જોય કરી રહી છે. બંને નવા વર્ષનું સેલિબ્રેશન કરવા માટે માલદીવ ગયા છે. અનન્યા અન ઈશાન માલદીવના સન સિયામ ઈરુ વેલી આઈલેન્ડ પર છે, જ્યાંથી તેમની તસવીરો સોશ્યિલ મીડિયામાં વાઈરલ થઈ છે. આ દરમિયાન અનન્યા બિકીનીમાં જોવા મળી હતી, જ્યારે ઈશાન પણ પોતાની ટોંડ બોડી ફ્લોન્ટ કરતો જોવા મળ્યો હતો.

એક ફોટોમાં ઈશાન એક તરફ શર્ટલેસ થઈને નાળીયેર પાણી પીતો જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી તરફ અનન્યા ટુ-પીસ ફ્લોરલ ડ્રેસમાં ખૂબ સુંદર લાગી રહી છે. આ ઉપરાંત અનન્યાએ મોટી હેટ પણ પહેરી હતી.

અન્ય એક ફોટોમાં અનન્યા દરિયાકરિનારે બર્ગર ખાતા જોવા મળી હતી. અનન્યા અને નવા વર્ષનું વેલકમ કરતાં બિકિનીની તસવીર શરે કરી છે. જેમાં તે ખૂબ જ હોટ અને ગ્લેમરસ જોવા મળી રહી છે.

એક અન્ય ફોટોમાં અનન્યા પાંડે બ્લેક અને યલો રંગની બિકિન સાથે ગોગલ્સ પહેરેલી જોવા મળી છે. આ ફોટમાં અનન્યા પુલમાંથી બહાર આવતી વખતે પોઝ આપી રહી છે.

ઈશાન ખટ્ટરે પણ શર્ટલેસ અવતારમાં પોતાની ટોંડ બોડીને દેખાડતો જોવા મળ્યો હતો. અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટરની આ તસવીરો જોઈને એવું લાગી રહ્યું છે કે આ કપલ આ વખતે રોમેન્ટિક વેકેશન એન્જોય કરી રહ્યું છે.

અનન્યા પાંડે અને ઈશાન ખટ્ટર માલદિવમાં ખુલ્લા આકાશમાં નીચે મસ્તીભર્યા અંદાજમાં એન્જોય કરી રહ્યા છે.

ચંકી પાંડેની દિકરી અનન્યા પાંડની આ ક્યૂટ સ્માઈલ જણાવે છે કે આ સમયે તે પોતાની જિંદગીના ખૂબસૂરત સમયને એન્જોય કરી રહી છે.

You cannot copy content of this page