દીકરીને ભગાડી જઈને પ્રેમલગ્ન કરનાર યુવકના પિતા-પુત્રે જાહેરમાં પગ તોડી નાખ્યા - Real Gujarat

દીકરીને ભગાડી જઈને પ્રેમલગ્ન કરનાર યુવકના પિતા-પુત્રે જાહેરમાં પગ તોડી નાખ્યા

મધ્યપ્રદેશમાં આવેલા શાજાપુરના મક્સી વિસ્તારમાં ભરબજારે પોલીસચોકીની સામે મારપીટનો એક વીડિયો સામે આવ્યો છે. યુવકને યુવતીના પિતા અને ભાઈ લવ-મેરેજ કરવાની સજા આપી રહ્યા છે. યુવક અને યુવતી બંને અલગ-અલગ જાતિનાં છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે પિતા અને ભાઈ યુવકને જમીન પર સૂવડાવી માર મારી રહ્યા છે. તેના બંને ઘૂંટણો પર હથોડા જેવા હથિયાર વડે હુમલો કરવામાં આવી રહ્યો છે. યુવક મારપીટ બાદ ચાલી પણ નથી શકતો.

પોલીસે આ કેસમાં બંને પક્ષ પર મારપીટનો કેસ દાખલ કર્યો છે. પોલીસ આ વિવાદને બાઈક અથડાવાની ઘટના પછીનો વિવાદ દર્શાવી રહી છે. આ ઘટનાના વિરોધમાં મંગળવારે ભાવસાર સમાજના લોકોએ પ્રદર્શન કર્યું. SP પંકજ શ્રીવાસ્તવને મેમોરેન્ડમ સોંપીને કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે.

મક્સીમાં રહેનાર પુષ્પક ભાવસાર નામના યુવકને તેના જ ઘરની પાડોશમાં રહેનારી રાધિકા પાટીદાર સાથે બે વર્ષથી અફેર ચાલી રહ્યું હતું. બંને પોતાના ઘરથી ભાગીને ઈન્દોર પહોંચી 24 ઓગસ્ટ 2021એ આર્ય સમાજમાં લગ્ન કરી દીધા હતાં. ત્યાર બાદ બંને પરિવારોનો વિવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ હોબાળો પણ કર્યો હતો. ત્યાર બાદ બંને સમાજના અગ્રણીઓના ઘર પર બેઠક પણ થઈ હતી. ત્યાં સમજૂતી કરવામાં આવી અને યુવતી પોતાના પિતા સાથે ચાલી ગઈ. આના પછી પણ યુવતીના પિતા અખિલેશ પાટીદાર અને ભાઈનો ગુસ્સો શાંત ન થયો. બે દિવસ પહેલાં તેમણે પુષ્પકને રસ્તામાં રોકીને હુમલો કરી દીધો અને ખૂબ મારપીટ કરી.

પીડિતની તરફથી જણાવામાં આવ્યું કે અમે મક્સી પોલીસને ફરિયાદ કરી હતી, પરંતુ પોલીસે આરોપીઓ પર કાર્યવાહી કરવાની જગ્યાએ બંને પક્ષ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસે FIRમાં લખ્યું કે બંનેની બાઈક અથડાવાથી મારપીટ કરવામાં આવી. ભરબજારે આવી પ્રવૃત્તિ કરાનારાઓ સામે કડક સજા થવી જોઈએ. આ ઘટનાને લઈને ભાવસાર સમાજે વિરોધ દર્શાવતા SPને મક્સી પોલીસની કાર્યવાહીનો વિરોધ કર્યો હતો.

SDOP દીપા ડોડવેએ જણાવ્યું હતું કે મેક્સીના યુવાનોને માર માર્યા હોવાના વીડિયોમાં હથોડાથી હુમલાની વાત કરવામાં આવી છે, હકીકતમાં એ હથોડી નથી, એ સલૂનની ખુરશીની પાછળ સપોર્ટર હેન્ડલ છે. બંને પક્ષો વચ્ચે હુમલો થયો હોવાથી ક્રોસ કેસ નોંધવામાં આવ્યો છે. જે પણ તપાસમાં દોષી સાબિત થશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

You cannot copy content of this page