સ્કૂલમાં અચાનક જ ધગધગતો પડ્યો ઉલ્કાપિંડ, આખી દુનિયાના વૈજ્ઞાનિકો પણ લાગી નવાઈ

ઓસ્ટ્રેલિયાના ઉત્તરી ક્વીન્સલેન્ડમાં પ્રાથમિક શાળાના મેદાનમાં એક ઉલ્કા આકાશમાંથી પડી હતી. આ સમાચાર આસપાસના વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગયા હતા. રમતના મેદાન પર ઉલ્કાના કારણે ઘાસ ઉખડી ગયુ હતુ. મેદાનમાં ઉલ્કા ઘસાવાને કારણે ખાડો પડી ગયો હતો. પરંતુ જ્યારે તે જાહેર થયું કે તે શું છે, નાસાના વૈજ્ઞાનિકોની સાથે ઘણા લોકો આશ્ચર્યચકિત થયા હતા?

ઉત્તર ક્વીન્સલેન્ડમાં માલંડા સ્ટેટ સ્કૂલના પ્રિન્સિપાલ માર્ક એલેને કહ્યું કે આ ઘટના અંગે અમને વિશ્વભરમાંથી પ્રશ્નો આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં ઉલ્કા પડવાનાં સમાચાર સાંભળીને, યુએસ સ્પેસ એજન્સી નાસાના નિષ્ણાતો તેની તપાસ માટે શાળાએ પહોંચ્યા હતા. સ્થળ ઉપર ઘેરાબંધી કરવામાં આવી હતી. પોલીસ ઉભી હતી.

ડેઇલી મેઇલ વેબસાઇટના સમાચારો અનુસાર, જ્યારે નાસાના વૈજ્ઞાનિકે શાળાના આચાર્ય, શિક્ષકોની પૂછપરછ કરી અને તે ઉલ્કાની તપાસ કરીને તેઓ આશ્ચર્યચકિત થયા. માર્ક એલેને નાસાના વૈજ્ઞાનિકને કહ્યું હતું કે આ અવકાશથી આવેલી ઉલ્કા નથી. પરંતુ તે સ્કૂલ અસાઈનમેંટનો એક ભાગ છે. અમે બાળકોને ઉલ્કાઓ વિશેની માહિતી આપવા માટે આ કર્યું છે.

માર્ક એલેને કહ્યું કે બાળકોને ઉલ્કાના ઉતરાણ અંગેનો અહેવાલ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમને એમ પણ કહેવામાં આવ્યું હતું કે તમારે આમાં પ્રત્યક્ષદર્શીઓ સાથે વાત કરવાની છે. પોલીસ અને પ્રશાસનની સક્રિયતા અહેવાલમાં મૂકવી પડશે. તેથી અમે આ ઉલ્કાપિંડને રમતના મેદાનમાં બનાવી છે. તે કોલસાથી બનેલો ગરમ બોલ છે.

સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્રે બાળકોને ઉલ્કાઓ વિશે શીખવવામાં મદદ કરી. આખી ઘટના એવી રીતે રચવામાં આવી જાણે ઉલ્કાઓ અવકાશમાંથી આવીને સ્કૂલમાં પડી ગઈ હોય. ત્યારબાદ સ્થાનિક નાગરિક ડેનિયલ મોસ દ્વારા બાળકોને ઉલ્કાની જાણકારી આપવામાં આવી હતી. થયુ એવું કે, આ પ્રોજેક્ટ વિશે સોશિયલ મીડિયા પર કોઈને કહ્યા વિના તેને પોસ્ટ કરવામાં આવ્યુ હતુકે, અહીં ઉલ્કાપિંડ પડી છે.

સોશિયલ મીડિયા પરની તસવીર જોઇને નાસાના વૈજ્ઞાનિક પણ ત્યાં પહોંચી ગયા, પરંતુ જ્યારે આ મામલો બહાર આવ્યો ત્યારે તે ગુસ્સે અને આશ્ચર્યજનક થઈ ગયા હતા. કારણ કે ઉલ્કાનું ઉતરાણ ખૂબ વાસ્તવિક દેખાતું હતું. કોઈએ અનુમાન લગાવ્યું ન હતું કે આ નાનકડા શહેરનો આ શાળા પ્રોજેક્ટ આ રીતે વિશ્વભરના લોકો જોશે.