142 દિવસ સુધી શનિની ચાલશે વક્રી ચાલ, આ 5 રાશિના જાતકોની મુશ્કેલીઓમાં થશે વધારો

શનિ માર્ગીથી વક્રી થઈ રહ્યો છે. 11 મે 2020 થી શનિએ પોતાની ચાલ બદલી અને વક્રી થશે. શનિની આ વક્રી ચાલ 142 દિવસો સુધી રહેશે. ત્યારબાદ 29 સપ્ટેમ્બરથી શનિ વક્રીથી ફરી માર્ગી થઈ જશે. એટલે શનિની ચાલ બદલવાથી ઘણા લોકોની મુશ્કેલીઓ વધી જશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષો સુધી રહે છે. 11 મે એ શનિ વક્રી થતાં પહેલાં 24 જાન્યુઆરી 2020 એ ધનને છોડી મકર રાશિમાં પ્રવેશી ચૂક્યો છે. શનિના રાશિ પરિવર્તનથી ઘણી રાશિઓમાં તેનો વ્યાપક પ્રભાવ જોવા મળ્યો. હવે શનિ વક્રી ચાલ ચાલશે, એટલે તેની અસર કેવી થશે એ વિશે જણાવી રહ્યા છીએ અમે.

ક્યારે વક્રી થશે શનિ
લગભગ એક મહિના બાદ શનિ 11 મે 2020 ના રોજ વક્રી અવસ્થામાં પોતાની ચાલ બદલશે. શનિની આ વક્રી ચાલ 142 દિવસ સુધી ચાલશે અને પછી 29 સપ્ટેમ્બરે શનિ પાછો માર્ગી થઈ જશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે શનિ વક્રી થાય છે ત્યારે ખાસ રૂપે મુશ્કેલીઓ આપવાની શક્યતાઓ સૌથી વધી જાય છે. જે રાશિઓ પર શનિની વક્રીનો પ્રભાવ પડે છે, તેમના જીવનમાં ઘણી મુશ્કેલીઓ આવવા લાગે છે.

5 રાશિઓ પર શનિનો અશુભ પ્રભાવ
જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયનો કારક ગ્રહ માનવામાં આવે છે. શનિ વક્રી થવાથી સૌથી વધારે અસર એ રાશિના જાતકો પર પડશે, જેમની રાશિ પર શનિની સાડાસાતી કે ઢૈયા ચાલી રહી છે. જો તમારી કુંડળીમાં શનિ અશુભ પ્રભાવમાં છે તો તમને મુશ્કેલીઓ પડશે, પરંતુ જો તમારી કુંડળીમાં શનિ શુભ ભાવમાં છે તો, તમને શનિની અશુભ અસર જોવા નહીં મળે.

અત્યારના સમયમાં ધન, મકર અને કુંભ રાશિઓ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. તો અન્ય બે રાશિઓ મિથુન અને તુલા પર ઢૈયા ચાલી રહી છે. એટલે શનિ વક્રી થતાં જ આ પાંચ રાશિઓ પર સૌથી વધારે અસર જોવા મળશે.

વક્રી શનિને બલી બનાવવાના ઉપાય

– દર શનિવારે શનિ દેવનો ઉપવાસ કરો.
– સાંજે પીપળાને જળ ચઢાવો અને સરસોના તેલનો દીવો કરો.
– શનિના બીજ મંત્ર ॐ પ્રાં પ્રીં પ્રૌં સ: શનૈશ્વરાય નમ: નો 108 વાર જાપ કરો.
– કાળા કે વાદળી રંગનાં કપડાં પહેરો.
– ગરીબોને અન્ન-વસ્ત્ર દાન કરો.