રાજ કુંદ્રા જેવો પતિ બધાને મળે! પત્ની શિલ્પાની એક ઈચ્છા પૂર્ણ કરવા માટે અહીંયા લીધો વૈભવી બંગલો

મુંબઈઃ દેશભરમાં અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે. સામાન્ય માણસોની જેમ જ બોલિવૂડ સેલેબ્સ પણ પોતપોતાનાં ઘરમાં જ કેદ છે. આ દરમિયાન તેમની સાથે સંકળાયેલા ઘણા કિસ્સા અને કહાનીઓ આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ બની છે, લોકડાઉનના કારણે શિલ્પા શેટ્ટી પણ છેલ્લા 19 દિવસથી પોતાના એ ઘરમાં જ છે.

શિલ્પા શેટ્ટીનું સપનું હતું કે, તેનું ઘર સી-ફેસિંગ હોય. પત્નીનું સપનું પૂરું કરવા રાજ કુંદ્રાએ પણ આવું જ કઈંક કર્યું.

શિલ્પાએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેને હંમેશાથી દરિયાની સામે ઘર લેવાની ઈચ્છા હતી. વધુમાં તેણે કહ્યું હતું કે જ્યાં તે રહે છે, એ તેનું ડ્રીમ હાઉસ છે.

શિલ્પાએ પતિ રાજ કુંદ્રા સાથે મળીને ઘરને ખૂબજ સુંદર રીતે શણગાર્યું છે. આ ઉપરાંત રીતિક રોશનની એક્સ વાઈફ સુઝાન ખાને આ ઘરનું ઈન્ટીરિયર ડિઝાઇન કર્યું છે. શિલ્પાના ઘરનું નામ કિનારા છે.

ઘરમાં ફેંગ શુઇ અને વાસ્તુનું પૂરેપૂરુ ધ્યાન રાખવામાં આવ્યું છે. શિલ્પાએ ઘરના એન્ટ્રેસ પર એક ગોલ્ડન હાથ લગાવેલો છે. સીલિંગની વાત કરવામાં આવે તો તે 14 ફૂટ ઊંચી છે.

શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રાની મુલાકાત લંડનમાં થઈ હતી. લંડનમાં શિલ્પા રિયાલિટી શો ‘બિગ બ્રધર’ (2007) જીત્યા બાદ ફેમસ બની, તો રાજ પણ બિઝનેસની દુનિયામાં ફેમસ હતા.

રાજે શિલ્પાને પરફ્યૂમ બ્રાન્ડને પ્રમોટ કરવામાં મદદ કરી. આ દરમિયાન બંનેએ ડેટિંગ કરવાનું શરૂ કર્યું અને 2009માં લગ્ન કર્યાં. બંનેને એક દીકરો અને એક દીકરી છે.

રાજ કુંદ્રાએ લગ્નની પહેલી એનિવર્સરી પર શિલ્પાને દુબઈમાં બુર્જ ખલીફાના 19મા માળ પર એક અપાર્ટમેન્ટ ગિફ્ટમાં આપ્યો હતો. જોકે, શિલ્પાને આ ઘર નાનું પડતાં તેણે આ અપાર્ટમેન્ટ વેચી નાખ્યો છે.

શિલ્પા શેટ્ટી તેના બંગલામાં.