શિવલિંગની સામે ઝૂકાવ્યું માથું ને ભોળેનાથે હરી લીધા પ્રાણે, મહાશિવરાત્રિએ મળ્યો મોક્ષ

ગોરખપુરઃ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં મહાશિવરાત્રિના દિવસે એક અનોખી ઘટના ઘટી. નૌસઢ ચોકી સ્થિત હરૈયા ગામમાં મહિલા મંદિરમાં ગઈ હતી. 60 વર્ષીય વૃદ્ધ મહિલાએ શિવલિંગ પર શિશ ઝૂકાવ્યું અને તેના પ્રાણ નીકળી ગયા હતા. ગામવાસીઓએ કહ્યું હતું કે આ મહિલા રોજ સવારે શિવલિંગ પર ચાર વાગે જલાભિષેક કરે છે. મંદિરમાં શિવલિંગની સામે મહિલાનું મોત થતું ગામમાં અલગ અલગ વાતો થઈ રહી છે .

સ્થળ પર હાજર લોકોએ વૃદ્ધ મહિલાને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા પરંતુ ડૉક્ટર્સે તે મહિલાને મૃત જાહેર કરી હતી. મંદિરમાં હાજર રહેલા લોકોએ કહ્યું હતું કે 64 વર્ષીય જમનુ પ્રદાસ કસૌધન પોતાની પત્ની સાથે ભોળેનાથના દર્શને આવ્યા હતા. તેઓ સવારે ચાર વાગે આવ્યા હતા. સૌ પહેલાં જલાભિષેક કર્યો હતો. ત્યારબાદ મહિલાએ શિવલિંગ પર હાથ મૂકીને શિશ નમાવ્યું હતું. આ જ સમયે તેના પ્રાણ જતા રહ્યા હતા.

મૃતક વિભક્તિ દેવીના પૌત્ર મેશે કુમારે કહ્યું હતું કે તેની દાદી વિભક્તિ દેવી રોજ સવારે ચાર વાગે ઘરની નજીક આવેલા શિવમંદિરમાં જતી હતી. પૂજા કર્યા બાદ દાદીએ જ્યારે શિવલિંગ પર માથું નામાવ્યું ત્યારે તેમના શરીરમાં હલચલ બંધ થઈ ગઈ હતી. દાદાએ દાદીને ઉઠાડવા માટે ઘણી બૂમો પાડી હતી. જોકે, દાદી ઉઠ્યા નહીં.

પરિવારે કહ્યું હતું કે નામનપણથી દાદીને પૂજા પાઠમાં રસ હતો. શિવરાત્રિના દિવસે શિવલિંગની પૂજા બાદ પ્રાણ ગયા છે. પડોશી નરેન્દ્ર કુમાર નંદુએ કહ્યું હતું કે સવારે જ્યારે અવાજ સાંભળ્યો તો તમામ લોકો ભાગીને મંદિર ગયા હતા. ત્યાં વૃદ્ધ મહિલા શિવલિંગ આગળ પડી હતી. બધાને ત્યારે જ ખબર પડી ગઈ હતી કે મહિલાનો જીવ જતો રહ્યો છે. જોકે, ડોક્ટરે પાસે લઈ જવામાં આવી તો તે ડોક્ટરે પણ આ જ વાત કરી હતી.

મહાશિવરાત્રિના પાવન અવસર પર મંદિરમાં ભગવાનના ચરણે અવસાન થતાં લોકો વિવિધ વાતો કરવા લાગ્યા હતા.