કોરોના દર્દીઓની સારવાર કરતી મહિલા ફાર્માસિસ્ટનું થયું મોત, પતિએ લગાવ્યો ગંભીર આરોપ!

મધ્યપ્રદેશમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીની સંખ્યા સતત વધી રહી છે. તો તેનાથી અત્યાર સુધીમાં 23 લોકોનાં મૃત્યુ પણ થઇ ચૂક્યા છે. આ દરમિયાન એક દુઃખદ સમચાર સામે આવ્યા છે. શિવપુરી મેડિકલ કોલેજમાં મહિલા ફાર્માસિસ્ટ વંદના તિવારીનું 7 તારીખે ગ્વાલિયરના બિડલા હોસ્પિટલમાં મૃત્યુ થઇ ગયું. સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે વંદના 2 વર્ષના બાળકને મૂકીને હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર કરતી હતી. જો કે મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ઇલા ગુઝારિયાએ જણાવ્યું કે વંદના તિવારી ગર્લ્સ હોસ્ટેલમાં કેર ટેકરનું કામ કરતી હતી. તબિયત ખરાબ થવા પતિ તેને ગ્વાલિયર લઇને જતા રહ્યાં હતા.

તો કેટલાક લોકોનું કહેવું છે કે શિવપુરીમાં ડ્યુટી દરમિયાન 31 માર્ચની રાતે વંદનાને બ્રેન હેમરેજ થઇ ગયું હતું. બીજા દિવસે તેણીને ગ્વાલિયરના બિડલા હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

જાણકારી પ્રમાણે 2 દિવસથી વંદના કોમામાં હતી. પરંતુ મંગળવારે તેણીએ અંતિમ શ્વાસ લીધા. જો કે હકિકત શું હતી તે તપાસ બાદ જ સામે આવશે.

શું વંદના તિવારી કોરોનાના દર્દીની સારવાર કરી રહી હતી કે કેમ કે પછી કોલેજના ડીન ડો. ઇલા ગુઝારિયાના જણાવ્યા પ્રમાણે ગર્લ્સ હોસ્ટેલમાં કેર ટેકરનું કામ કરતી હતી.

સોશિયલ મીડિયા પર લોકો પ્રદેશ સરકાર અને ગ્વાલિયર પ્રશાસન પર વિવિધ પ્રકારના આરોપ પણ લાગી રહ્યાં છે. તો એક ભોપાલના ન્યૂઝપેપરે લખ્યું કે વંદનાના પતિએ જણાવ્યું કે ઓન ડ્યુટી તેની તબિયત ખરાબ થઇ હતી હતી. વંદનાના વિભાગે તેની કોઇ મદદ કરી નહીં. ક્લેક્ટરે હાલ ચાલ પણ ન પૂછ્યા. એટલું જ નહીં મેડિકલ કોલેજની ડીન ડો. ઇલા ગુઝરિયા માત્ર મદદ કરવાનું આશ્વાસન આપતી રહી પરંતુ કોઇ મદદ કરી નહીં. ગ્લાલિયરમાં ડોક્ટરે યોગ્ય સારવાર કરી નહીં. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ આ અંગે કોઇ મદદ કરી નહીં.

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશની શિવરાજ સરકારે કોરોના મહામારી દરમિયાન ડ્યુટી કરી રહેલા કર્મચારીઓને 50 લાખના વીમા કવરની વ્યવસ્થા કરી આપી છે. જે અંગેની માહિતી દરરોજ જાહેરાત આપવામાં આવી રહી છે.