આ શિખ પાસે જેવા રંગની પાઘડી એવા રંગની છે રોલ્સ રોય્સ, છે સરદારી ઠાઠ

જ્યાં રોલ્સ રોયસ જેવી કાર ખરીદવામાં સામાન્ય માણસની હાલત કથળી જાય છે, ત્યાં એક એવા ઉદ્યોગપતિ પણ છે જેની પાસે એક નહીં, બે નહીં પણ 7 વિવિધ રંગની રોલ્સ રોયસ કાર છે. ગયા વર્ષે લંડન સ્થિત ઉદ્યોગપતિ રુબેન સિંહે સોશિયલ મીડિયા પર 7 જુદા જુદા રંગના રોલ્સ રોયસ સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી. 7 રોલ્સ રોયસ હોવા છતાં, તેમણે હજી 6 વધુ નવી કાર ખરીદી છે. જેની તસવીર તેણે હાલમાં જ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ 6 નવી કારના સંગ્રહને Jewels (ઘરેણાં) નામ આપવામાં આવ્યું છે.

Jewels (ઘરેણાં) નામના આ સંગ્રહમાં તેની પાસે 3 Rolls Royce Phantom અને 3 Rolls Royce Cullinam વાહનો છે. Jewels નામનો અર્થ પણ તેમના સંગ્રહમાં દેખાય થાય છે. કારણ કે બધી ગાડીઓ રૂબી, પન્ના અને નીલમ રંગથી પ્રેરિત છે.

આ નાયાબ કારોની તાજેતરમાં ડિલીવરી કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, Reuben Singh સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અને દર થોડા દિવસે તેના સુંદર ગેરેજની તસવીરો શેર કરતા રહે છે. Reuben Singh એક ઉદ્યોગપતિ છે અને alldayPA અને Isher Capitalમાં CEOનું પદ સંભાળે છે.

Reuben Singh તેમની વ્યવસાયિક કળા માટે લંડનમાં પણ જાણીતા છે, આ કળાને કારણે એક સમયે તેમને બ્રિટીશ બિલ ગેટ્સનું બિરુદ પણ મળ્યું હતું. સિંહે ફક્ત 17 વર્ષની વયે Miss Attitude કંપની શરૂ કરી હતી, જે આ સમયે યુકેની સૌથી પ્રખ્યાત ફેશન રિટેલ ચેન બની છે. જો કે, થોડા સમય પછી, આર્થિક સંકડામણના કારણે, તેને 1 પાઉન્ડમાં વેચવો પડ્યો. Singh બ્રિટિશ સરકારમાં કેટલાક હોદ્દા પર ફરજ પણ બજાવી ચૂક્યા છે.

તેના ગેરેજમાં હાજર કારોની વાત કરીએ તો તેમનાં Jewels કલેક્શનમાં પહેલાંથી જ 10થી વધારે Rolls Royce કાર છે. Rolls Royce સિવાય તેમની પાસે Bugatti Veyron, Porsche 918 Spyder, Pagani Huayara, Lamborghini Huracan અને Ferrari F12 Berlinetta લિમિટેડ એડિશન જેવી કારો પણ છે.

Rolls Royce Cullinan બ્રિટીશ કાર ઉત્પાદકની એકમાત્ર SUV છે જે તાજેતરમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી. Rolls Royce Phantom કારને 0 થી 100 કિ.મી.ની સ્પીડ પકડવામાં 6 સેકંડથી ઓછો સમય લે છે.

આ અદભૂત કારમાં 6.6 લિટરનું 12વી એન્જિન આપવામાં આવ્યુ છે. જે 453 બીએચપીનો પાવર અને 720 એનએમ ટોર્ક જનરેટ કરે છે. કારનું એન્જિન 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે.