શિવલિંગ પર ફેણ માંડીને બેઠા હતાં નાગદેવ પછી પૂજારીએ કર્યું કંઈક આવું

રાજસ્થાનના સીકરમાં નીલકંઠ મહાદેવ મંદિરમાં શનિવારે મનોરમ્ય નજારો જોવા મળ્યો હતો. અહીં એક મંદિરમાં સવારે નાગદેવતા શિવલિંગ પર ફેણ માંડીને બેસી ગયાં હતાં. સાંપને શિવલિંગ પર બેસેલાં જોઈને શ્રદ્ધાળુ દર્શન માટે ઉમટી પડ્યા હતાં. આ અનોખું દૃશ્ય ખુદ પૂજારીએ તેમના મોબાઇલમાં કેદ કર્યું હતું.

આ પછી પૂજારીએ દૂધથી શિવલિંગ પર બેસેલા નાગદેવતા પર અભિષેક કર્યું હતું. મંત્રો સાથે સાંપનું અભિષેક કર્યું હતું. છતાં તે શિવલિંગ બેઠા હતાં.

પૂજારીએ મોનૂ પારાશરને જણાવ્યું કે, ” અત્યારે લોકો શિવભક્તિમાં લીન છે. શાસ્ત્રોમાં વાંચ્યું હતું કે, શિવલિંગની ચારેય તરફ નાગ લપેટાયેલાં હોય છે. ”

નીલકંઠ મહાદેવ મંદિરનો ઇતિહાસ જૂનો છે. લગભગ 250 વર્ષ પહેલાં શિવ મંદિરની જગ્યાએ અનાજની દુકાન હતી. એવું કહેવામાં આવે છે કે, જે શેઠની દુકાન હતી. તેને ભગવાન શિવે નીલકંઠનું અષ્ઠધાતુવાળું શિવલિંગ બનાવવા માટે કહ્યું હતું. આ પછી તે નાનું શિવ મંદિર થોડાક દિવસોમાં આસ્થાનું કેન્દ્ર બની ગયું હતું.