ત્રણ બાળકોના જમાઈ અને સાસુ વચ્ચે ‘ઈલુ-ઈલુ’ પછી ન કરવાનું કર્યું

ગુજરાતને અડીને આવેલા રાજ્ય એવા રાજસ્થાનમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે જાણી તમને ખરેખર નવાઈ લાગશે. નવા વર્ષના ઠીક એક દિવસ પહેલાં જ રાજસ્થાનના સિરોહી જિલ્લામાં 40 વર્ષની સાસુ તેના 27 વર્ષના જમાઈના પ્રેમમાં પાગલ થઈ હતી અને બન્ને ઘરેથી રફુચક્કર થઈ ગયા હતાં. સાસુને લઈને ભાગનાર જમાઈને પણ ત્રણ બાળકો છે અને સાસુ પણ ચાર બાળકોની માતા છે.

સિરોહી પોલીસના જણાવ્યા પ્રમાણે, સાસુ અને જમાઈ પ્રેમમાં એટલે હદે પાગલ હતા કે કોઈની પણ પરવા કર્યાં વગર ઘર છોડીને ભાગી ગયા હતાં. મહત્વની વાત એ છે કે, જમાઈએ પોતાની સાસુને ભગાડ્યા પહેલા સસરાને ભરપુર દારૂ પીવડાવ્યો હતો. સસરા દારૂના નશામાં હતાં તે સમયે જ જમાઈ અને સાસુ ઘરેથી ભાગી ગયા હતાં.

સિરોહી પોલીસમાં ફરિયાદ દાખલ થયા બાદ ચાર બાળકોની માતા પ્રેમીની સાથે ભાગી ગઈ હોવાના સમાચારથી ચારે બાજુ આ ઘટના ચર્ચાનો વિષય બની છે. જ્યારે લોકોને ખબર પડી કે સાસુને ઘરેથી ભગાડનાર કોઈ બીજું નહીં પરંતુ તેનો જમાઈ જ છે તે જાણીને ગામના લોકોને નવાઈ લાગી હતી. આખી ઘટના સિરોહી જિલ્લાના અનાદરા વિસ્તારમાં આવેલ સિયાકરા ગામની છે.

સિયાકરાનો રહેવાસી રમેશ પુત્ર નેકારામ પાઉવા જોગીએ આ ઘટના બાદ અનાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ પ્રમાણે, તેની પુત્રી કિસનાના લગ્ન નારાયણ પુત્ર રૂપા જોગી નિવાસી મામાવલીની સાથે થઈ હતી. લગ્ન બાદ તેની પુત્રી અને જમાઈ નારાયણ તેના ઘરે આવતાં રહેતા હતાં. 30 ડિસેમ્બર 2022ના રોજ નારાયણ સિયાકરા આવ્યો હતો. તે સમયે સસરા રમેશ અને જમાઈ નારાયણ બન્નેએ દારૂની પાર્ટી કરી હતી જેના કારણે સસરા દારૂના નશામાં હતાં. સસરા દારૂના નશામાં હોવાનો ફાયદો ઉઠાવીને જમાઈ પોતાની સાસુને લઈને ફરાર થઈ ગયો હતો.

મહિલાના પતિએ જણાવ્યું કે, 30 ડિસેમ્બરના રોજ સાંજે ચાર વાગે તે ઉંઘમાંથી જાગી તો નારાયણ અને તેની પત્ની ઘરેથી ગાયબ હતાં. આજુબાજુ તપાસ કરી પરંતુ બન્ને ત્યાંથી ભાગી ગયા હતા. રમેશે જમાઈ પર આરોપ લગાવ્યો છે કે, તેની પત્નીને તેનો જમાઈ ખોટું બોલીને ભગાડી ગયો છે. રમેશની ફરિયાદ પર અનાદરા પોલીસે આ ફરિયાદ નોંધી હતી અને સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી.

સસરાએ પોલીસને જણાવ્યું કે તેને ત્રણ દીકરીઓ અને એક દીકરો છે. ચારેય પરિણીત છે. પ્રેમાળ જમાઈને પણ ત્રણ બાળકો છે. આમાંની એક દીકરીને તે પોતાની સાથે લઈ ગયો છે. આ વિચિત્ર પ્રેમ કહાનીમાં પોલીસે ફરાર સાસુ અને વહુની શોધખોળ શરૂ કરી છે.