69 વર્ષની ઉંમરમાં આ એક્ટ્રેસે કરાવ્યું એટલું હોટ ફોટોશૂટ કે લોકોએ આપી ગંદી ગંદી ગાળો

મલયાલમ અભિનેત્રી અને બિગ બોસ મલયાલમની કંટેસ્ટન્ટ રહી ચૂકેલી રજની ચાંડી હાલનાં દિવસોમાં ચર્ચામાં છે. રજની ચાંડીના સમાચારોમાં રહેવાનું કારણ તેણીએ તાજેતરમાં કરેલું બોલ્ડ ફોટોશૂટ છે. તાજેતરમાં જ 69 વર્ષીય અભિનેત્રી રજની ચાંડીએ ફોટોશૂટ કરાવ્યું છે. જેના કારણે તે ઘણી ચર્ચામાં આવી છે. આ ફોટોશૂટમાં રજની વેસ્ટર્ન ડ્રેસમાં છે.

રજની આ ફોટોશૂટને કારણે સમાચારોમાં છે કારણ કે આ ફોટોશૂટ માટે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં, રજનીએ 69 વર્ષની ઉંમરે એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જે ઘણા સોશિયલ મીડિયા યુઝર્સને પસંદ આવી રહ્યા નથી. જેના માટે લોકોએ રજનીને ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું.

રજનીએ આ ફોટોશૂટમાં જીન્સ-ટોપથી લઈને લોંગ ડ્રેસ પહેરેલો છે. આ સાથે તેણે કેટલાક ફોટામાં શોર્ટ જમ્પ સૂટ પણ પહેર્યો છે. મીડિયાનાં રિપોર્ટ અનુસાર આ ફોટોશૂટ કેરળના ફોટોગ્રાફર આથીરા જોય દ્વારા કરાયું હતું. મીડિયાને આપેલા ઇન્ટરવ્યુમાં રજનીએ સોશિયલ મીડિયા ટ્રોલિંગ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, તેમના પર ઘણી અશ્લીલ ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે.

મીડીયા સાથેની વાતચીતમાં રજની ચાંડીએ કહ્યું, ‘મને એક ફૂહડ કહેવામાં આવી હતી. કોઈએ મને પૂછ્યું કે, શું તું હજી મરી નથી? ‘ બીજાએ સૂચવ્યું કે મારે ઘરે બેસીને બાઇબલ વાંચવું જોઈએ. આ તમારી ઉંમર પ્રાર્થના કરવાની છે, તમારા બૉડીને દેખાડવાની નહીં.’ રજની ચાંડીએ જણાવ્યું હતું કે, આ ફોટોશૂટ માટે આથીરા જોય દ્વારા તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

રજનીએ કહ્યું, ‘ડિસેમ્બરમાં આથીરાએ મને પૂછ્યું કે, શું મને ફોટોશૂટ કરવામાં રસ છે અને શું મને વેસ્ટર્ન કપડા પહેરવામાં કોઈ તકલીફ છે. મેં કહ્યું ના, હું નાની હતો ત્યારે હું તે સમય પહેરતી હતી.

રજની ચાંડીએ અભિનેત્રી તરીકેની શરૂઆત વર્ષ 2016માં મલયાલમ ભાષાની કોમેડી-ડ્રામા ઓરુ મુથસી ગઢાથી કરી હતી. ત્યારબાદ વધુ બે ફિલ્મોમાં કામ કર્યું. આ પછી, રજની ચાંડી બિગ બોસના મલયાલમ વર્ઝનમાં પણ જોવા મળી હતી.