આ હોટ એક્ટ્રેસને હવે નથી કરવા બેડરૂમ સીન્સ, કારણ જાણીને લાગશે જોરદાર આંચકો

ચેન્નઈઃ સાઉથ ફિલ્મોની એક્ટ્રેસ એન્ડ્રિયા જેરેમિયા ઘણા લાંબા સમયથી ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે. તાજેતરમાં જ તેણે ફિલ્મોમાં તેના કામ વિશે એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો. આ ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે હવે તે ફિલ્મોમાં બેડરૂમ સીન્સ આપીને થાકી ગઈ છે. તેનું કહેવું છે કે તેને મોટાભાગે બેડરૂમ સીન્સ જ ઓફર થાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી એન્ટરટેનમેન્ટ ક્ષેત્રમાં કામ કરી રહેલ એન્ડ્રિયા તેના ચાર્મથી બહુ સફળ રહી છે, સાથે-સાથે તે બહુ સારી એક્ટ્રેસ પણ છે. ફિલ્મ ‘પચૈકિલી મુથુચરમ’માં મોટો રોલ મળ્યા પહેલાં એન્ડ્રિયાએ ‘કાંડા નાલ મુધલ’માં એક નાનકડો રોલ કર્યો હતો. આ સિવાય નેડ્રિયા છેલ્લે વેટ્ટીમારન દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘વડા ચેન્નઈ’માં જોવા મળી હતી, જેમાં તે કેટલાક બેડરૂમ સીન્સ કરતી જોવા મળી હતી.

એન્ડ્રિયાએ જણાવ્યું હતું કે જો કોઇ સારો રોલ ઓફર કરે અને તેને તે ગમી જાય તો, તે પોતાની ફી ઘટાડવા પણ તૈયાર છે, પરંતુ તે હવે બેડરૂમ સીન્સ કરવા નથી ઇચ્છતી.

એન્ડ્રિયાની આગામી ફિલ્મની વાત કરવામાં આવે તો, તે અત્યારે વિજયની ફિલ્મ ‘માસ્ટર’માં બિઝી છે. ફિલ્મમાં એન્ડ્રિયા મુખ્ય રોલમાં જોવા મળશે.

આ ફિલ્મનું નિર્દેશન લોકેશ કનગરાજે કર્યુ છે, જેમણે ફિલ્મ ‘કૈથી’નું પણ નિર્દેશન કર્યું હતું. એન્ડ્રિયા અને વિજય સિવાય, ફિલ્મમાં માલવિકા મોહનન પણ છે. આ ફિલ્મ ઉનાળામાં રિલીઝ થશે.

ફિલ્મ ‘માસ્ટર’ સિવાય એન્ડ્રિયાની ‘વટ્ટમ’, ‘માલીગઈ’ અને ‘અરમાનઈ’ જેવી ફિલ્મો પણ આવી રહી છે.