ચાર-ચાર રાક્ષસો એક યુવતીને પીખી રહ્યા હતા અને આ મહિલાએ બચાવી પીડિતાને

સાગરના આબચંદ ગામની 50 વર્ષિય શ્રીબાઈ ધનકએ સપ્ટેમ્બરમાં સાહસ દાખવતા એક ગેંગરેપ પીડિત યુવતીને બદમાશોની ચુંગલમાંથી બચાવી હતી. બદમાશોએ તેને બાળકોની સાથે બંધક બનાવીને રાખી હતી. જ્યારે શ્રીબાઈ ધાનકની હિંમતની કહાની પોલીસ સમક્ષ બહાર આવી ત્યારે એસપી અતુલસિંહે તેમનું નામ સન્માન માટે ભાપાલને મોકલ્યું હતું. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પ્રદેશનાં એવાં રિયલ હીરોને વીડિયો કોન્ફરન્સ દ્વારા સન્માન આપવા જઈ રહ્યા છે. એડિશનલ એસપી વિક્રમસિંહે જણાવ્યું હતું કે સોમવારે શ્રીબાઈને 1.30 વાગ્યે સન્માન આપશે. શ્રીબાઈની જુબાનીએ જાણો, તે દિવસે શું બન્યું હતુ.

પેટ્રોલ દેખાડીને કહ્યુ, જતી રહે નહી તો જીવતી સળગાવી દઈશ
27 સપ્ટેમ્બરની બપોરે … હું ખેતરમાં ઘાસનો પાક કાપી રહી હતી. અચાનક મેં અવાજ સંભળાવ્યો – અમ્મા અમને બચાવી લો. મેં જોયું કે એક સ્ત્રી બે બાળકોને લઈને બુમો પાડતી મારી તરફ આવી રહી હતી. તેના શરીર પર એક પણ કપડું ન હતું. તેની પાછળ ચાર લોકો આવી રહ્યા હતા. મેં બૂમ પાડીને કહ્યુ, ‘કેમ તેને પરેશાન કરી રહ્યા છો? આ સાંભળીને ત્રણ લોકો ત્યાંથી ભાગી ગયા હતા. ચોથો બોટલમાં પેટ્રોલ લઈને મારી પાસે આવીને બોલ્યો- તે મારી સાળી છે. અહીંથી જતી રહે, નહીતો તને પણ જીવતી સળગાવી દઈશ.

મેં નજીકમાં પડેલો એક દંડો ઉપાડ્યો અને જોરથી મારા પુત્ર દેવરાજને બુમ પાડી, તે દૂર કામ કરી રહ્યો હતો. દેવરાજ જેવો ત્યાં પહોંચ્યો તો મોહન નામનો વ્યક્તિ પેટ્રોલની બોટલ ત્યાં જ છોડીને ભાગી ગયો હતો. આ પછી, અમે ગામના કોટવાર પ્રહલાદ રાયને બોલાવ્યા. તેમણે સાનોધા પોલીસને જાણ કરી. મેં મારી સાડી ઘરેથી મંગાવી અને તેના શરીરને ઢાંકવા માટે આપી. તેના 2 વર્ષનું અને 6 મહિનાનાં બાળકો બે દિવસથી ભૂખ્યા હતા. મેં દેવરાજ પાસે 100 રૂપિયાનું દૂધ મંગાવ્યુ અને બાળકોને પીવડાવ્યુ. પીડિત મહિલાને ખાવાનું પણ ખવડાવ્યુ હતુ. તે રિપોર્ટ લખાવવામાં પણ ડરતી હતી. અમે તેને હિંમત આપી અને બીજા જ દિવસે પોતાનું પણ સ્ટેટમેન્ટ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન ગયા. (શ્રીબાઈ પતિ સલકુ ધનક દ્વારા જણાવ્યા મુજબ)

પીડિતાએ કહ્યું – તેઓ મને વેચવા માગે છે
‘મારા લગ્ન 5 વર્ષ પહેલા બલેહમાં થયા હતા. મારા બે બાળકો છે. પતિ મજૂરી કામ કરે છે. હું તે દિવસે સવારે 5 વાગ્યે સાગર રેલ્વે સ્ટેશન પર ઝાંસીથી મજૂરી કરીને ટ્રેનમાંથી ઉતરી હતી. જ્યારે હું બલેહ જવા માટે પ્લેટફોર્મની બહાર નીકળી ત્યારે મને એક વ્યક્તિ મળ્યો. તેણે પૂછ્યું ક્યાં જવું છે. મેં કહ્યું, બલેહ. તેણે કહ્યું બસ સ્ટેન્ડ જતી રહે. ત્યાંથી બસ મળશે. જ્યારે હું બસ સ્ટેન્ડ પર પહોંચી તો બસવાળાએ કહ્યુ, બસ 8.30 વાગ્યે આવશે.

તે જ વ્યક્તિ પાછળથી પાછો આવ્યો. કહ્યું કે હું ગઢાકોટાનો છું. ત્યાં જઈ રહ્યો છું. મારી સાથે ચાલ, બલેહ માટે બસ આગળથી મળે છે. હું તેની સાથે જતી રહી. તે મને છેતરીને આબચંદ લઈ ગયો. અહીં મને એક ટપરિયામાં બંધક બનાવી હતી. રાત્રે મારી સાથે ખોટું કામ કર્યુ, તેઓ ચાર લોકો હતા. મને વેચવાની ફિરાકમાં હતા. એક બોટલમાં પેટ્રોલ લઈને આવ્યા હતા. મને જીવતો સળગાવી નાખવાની ધમકી આપી રહ્યા હતા. નજીકનાં જ ખેતરમાં કામ કરતી અમ્માએ મારો જીવ બચાવ્યો.

ગામ પહોંચાડવાની વાત કહીને તેની સાથે લઈ ગયો આરોપી, સુમસામ ઝુંપડીમાં બંધક બનાવી
26 સપ્ટેમ્બરના રોજ ઝાંસીથી પાછી ફરી રહેલી પીડિતાને રહલી નિવાસી આરોપી મોહન અહિરવાર ગઢાકોટાથી બલેહ ગામ પહોંચાડવાનું કહીને પોતાની સાથે લઈને ગયો હતો. તેણે આબચંદનાં સુમસામ વિસ્તારમા બનેલી એક ઝૂંપડીમાં બંધક બનાવીને રાખી. મોહન અને તેના બે ભાઈ સહિત ચાર લોકોએ તેની સાથે હેવાનિયતની બધી જ હદો પાર કરી નાંખી, આખી રાત તે ઝૂંપડીમાં રહી. બાળકો ભૂખ-તરસથી તડપતા રહ્યા. પોલિસે આરોપીઓની વિરુદ્ધ ગેંગરેપનો કેસ દાખલ કરીને તેમની ધરપકડ કરી હતી.