આ છે અનુપમા ફેમ અનુજ કાપડિયાની પત્ની, લાગે છે એવી સુંદર કે નજર નહીં હટાવી શકો

મુંબઈઃ રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે તથા મદાલસા શર્મા સ્ટારર સીરિયલ ‘અનુપમા’માં અનુજ કાપડિયાની એન્ટ્રી થઈ છે. સીરિયલમાં અનુજ કાપડિયાનો રોલ ગૌરવ ખન્નાનો ભજવી રહ્યો છે. સીરિયલમાં અનુજ તથા અનુપમા કોલેજ મેટ હતા અને ત્યારથી જ અનુજના મનમાં અનુપમા પ્રત્યે સોફ્ટ કોર્નર છે. હવે અનુજ ફરી એકવાર અનુપમાના જીવનમાં આવ્યો છે.

ગૌરવ ખન્નાના રિયલ લાઇફમાં પરિણીત છે. તેની પત્ની ઘણી જ સુંદર છે. ગૌરવ ખન્નાએ ટીવીની જાણીતી એક્ટ્રેસ આકાંક્ષા ચમોલા સાથે લગ્ન કર્યા છે.

ગૌરવની પત્ની આકાંક્ષાએ અનેક જાણીતી સીરિયલમાં કામ કર્યું છે. તેને લોકપ્રિયતા ‘સ્વરાગિની’થી મળી હતી. આ સીરિયલમાં તેણે પરિણીતાનો રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત તે ‘ભૂતૂ’, ‘ભાગ્ય લક્ષ્મી’, ‘ગંગા યમુના’, ‘વેલીનાક્ષરમ’ જેવા શોમાં કામ કર્યું છે.

આકાંક્ષા સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ રહે છે. સો.મીડિયામાં આકાંક્ષાની બોલ્ડ ને ગ્લેમરસ તસવીરો છે. એક્ટ્રેસ ઘણી જ સ્ટનિંગ લાગે છે. આકાંક્ષા ટ્રેન્ડ ડાન્સર તથા ફિટનેસ ફ્રીક છે.

આકાંક્ષા તથા ગૌરવની પહેલી મુલાકાત ઓડિશન દરમિયાન થઈ હતી. આકાંક્ષા ત્યારે ઇન્ડસ્ટ્રીમાં નવી નવી હતી અને ગૌરવે પોતાની અલગ ઓળખ બનાવી હતી. જોકે, આકાંક્ષા, ગૌરવને ઓળખી શકી નહોતી. તે ગૌરવને એક્ટિંગ ટિપ્સ આપતી હતી. આ રીતે બંનેની પહેલી મુલાકાત થઈ અને પછી તેમની વચ્ચે મિત્રતા થઈ હતી.

ગૌરવ તથા આકાંક્ષાએ 24 નવેમ્બર, 2016માં લગ્ન કર્યા હતા. ગૌરવે 2006માં ‘ભાભી’થી કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે ‘ચંદ્રગુપ્ત મૌર્ય’, ‘કયામત’, ‘સિંદૂર તેરે નામ કા’, ‘જીવનસાથી’, ‘ઉતરન’ જેવી સીરિયલમાં જોવા મળ્યો હતો.