બંધમાંથી પાણી સીધું આકાશમાં ઉડ્યું, ગામના લોકો જોતા જ ડરી ગયા

સીધીઃ મધ્યપ્રદેશના સીધીમાં એવી ઘટના બની, જે ભાગ્યે જ સર્જાય છે. સામાન્ય રીતે પવનમાં ઘાસ, છોડ તથા હલકી વસ્તુઓ હવામાં ઉડતી હોય છે. જોકે, પાણીને ઉડતા તમે ભાગ્યે જ જોયું હશે. સીધી જિલ્લાના ભૂઈમાડમાં એવો દુર્લભ નજારો જોવા મળ્યો કે લોકોની આંખો અંજાઈ ગઈ. આંધીની વચ્ચે ભુઈભાડમાં આવેલા દેવરી બંધમાંથી પાણી જમીનથી આકાશ તરફ ઉડતું હતું. જોતજોતામાં ધરતીથી આકાશ સુધી એક લાઇન બની ગઈ હતી. આ દૃશ્ય 10થી 15 મિનિટ સુધી જોવા મળ્યું હતું. આ ઘટના આ પહેલાં શિવપુરીમાં બની હતી.

સીધી જિલ્લાના ગામવાસીઓએ કહ્યું હતું કે પહેલાં તો તેઓ આ દૃશ્ય જોઈને ડરી ગયા હતા. થોડી ક્ષણો બાદ તેમને જોવાની મજા મળી હતી. એવું લાગતું હતું કે કોઈ બંધમાં મોટર લગાવીને પાણી આકાશ તરફ છોડી રહ્યું છે. આ નજારો જોવા માટે ભીડ ઉમટી પડી હતી. અનેક લોકોએ મોબાઇલમાં આ ઘટના રેકોર્ડ કરી હતી.

આ દૃશ્ય ફિલ્મી સીન કરતાં સહેજ પણ ઓછું નહોતું. વરસાદ વગર આંધી-તોફાન અને પછી આકાશ તરફ ઉડતું પાણી જોવું હતપ્રભ કરનારી ઘટના હતી. આને વોટર સ્પાઉટ કહેવામાં આવે છેઃ હવામાન વિભાગના એક્સપર્ટ વેદ પ્રકાશ સિંહે કહ્યું હતું કે આને વોટર સ્પાઉટ (જળસ્તંભ) કહેવામાં આવે છે.

અનેકવાર આ જળસ્ત્રોતની આસપાસ થઈ જાય છે. આ માટે ભીનાશ હોવી જરૂરી છે. આકાશમાં વાદળોની ઊંચાઈ ઓછી હોવી જરૂરી છે. આસપાસ કોઈ મોટો જળસ્ત્રોત હોય તો વોટર સ્પાઉટ બની શકે છે. મધ્યપ્રદેશમાં આ ઘટના રૅર છે. જોકે, આ પહેલાં ભોપાલમાં એક-બેવાર આ ઘટની બની છે.

હવામાન વિજ્ઞાન કેન્દ્રના એસકે ચૌબેએ કહ્યું હતું કે દેવરી બંધ અંગેની માહિતી મળી છે. ફીલ્ડ પર જઈને વિશેષ અભ્યાસ હાથ ધરવામાં આવશે. આ પ્રકારની ઘટના સીધી જિલ્લામાં થવી દુર્લભ છે.