કાકાએ પેટે પાટા બાંધી પુત્રીને જેમ ઉછેરી, આજે આ દીકરીથી ધ્રુજે છે ભલભલા ગુનેગારો

કોઈ પણ ક્ષેત્ર હોય, રસ્તો ગમે એટલો કઠિન હોય, દેશની મહિલાઓ દરેક જગ્યાએ સફળતા મેળવી રહી છે. દેશના વિકાસમાં બરાબરની ભાગીદારી આપવાનું કર્તવ્ય નિભાવી રહી છે. એક અનાથ છોકરીએ રાજ્યમાં પહેલી વાર અખિલ મહિલા બટાલિયન બેચમાં જગ્યા બનાવીને ઈતિહાસ રચી દીધો હતો. 578 સભ્યો વાળી આ બટાલિયનમાં 44 સભ્યોની એક કમાન્ડો ટીમ પણ છે. લૈંગિક સમાનતા સુનિશ્ચિત કરવાનો અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવાનો આ ઐતિહાસિક અવસર છે. સક્સેસ સ્ટોરીઝમાં આજે અમે તમને ખૂબ જ ગરીબીમાં મોટા થયેલા પોલીસ અધિકારી કેટી અજિતાના સંઘર્ષની કહાની સંભળાવવા જઈ રહ્યા છે…

44 સભ્યોની મહિલા કમાન્ડો ટીમમાં આ યુવાન છોકરીના સાહસ અને ઘૈર્યને લોકો દાદ આપે છે. કેટી અજિતા નામની આ છોકરીએ જ્યારે મુખ્યમંત્રીના હાથે સર્વશ્રેષ્ઠ કેડેટનું સન્માન પ્રાપ્ત કર્યું ત્યારે તે સમાચારોમાં આવી. અજિતાએ તેના માટે ખૂબ જ સંઘર્ષ કર્યો છે. માતા-પિતાની એકમાત્ર દિકરી અજિતાની જિંદગી ત્યારે વેર-વિખેર થઈ ગઈ, જ્યારે તે નાની હતી અને તેણે પોતોના માતા-પિતાને ખોઈ દીધા. તેને પોતાના માત-પિતાનો પ્રેમ પણ ન મળી શક્યો.

અજિતા પોતાના માતા-પિતા, પરમેસ્વરન અને રાજમ્માની એકમાત્ર સંતાન છે. ખૂબ જ નાની ઉંમરમાં અજિતાએ તેના માતા-પિતાને ગુમાવી દીધા. જે બાદ અજિતાને તેના કાકા, મહિન્દ્રને મોટી કરી, જેઓ એક મજૂર છે. તેના કાકાએ તેને કોઈ ને કોઈ રીતે મોટા કર્યા. ઘરની આર્થિક સ્થિતિ સારી નહોતી, પરંતુ તો પણ કાકાએ તેને માતા-પિતાના ખોટ ન પડવા દીધી. બાળપણથી જ તમામ મુસીબતોનો સામનો કરતી મોટી થયેલી અજિતાએ ખૂબ નાની ઉંમરમાં જિંદગીના પાઠ ભણી લીધા.

31 જુલાઈ 2019ના પાસ થયેલી કેરળની પહેલી અખિલ મહિલા બટાલિયન બેચમાં પાનાંગદના નિવાસી કેટી અજિતાને બેસ્ટ કેડેટનો ખિતાબ મળ્યો. તેનું મુખ્યમંત્રીએ સન્માન કર્યું. આ સિવાય અજિતા 44 સભ્યોની મહિલા કમાન્ડો બળનો પણ ભાગ છે, જે રાજ્યમાં પહેલી એવી ટીમ છે.

અજિતા જે ટીમનો ભાગ હતી તેને નવ મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી. જેમાં સાયબર અપરાધો સામે લડવાની તાલીમ, સ્વિમિંગનો પણ સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે બટાલિયનમાં 348 મહિલાઓની ઉંમર 25 થી 30 વર્ષ છે, જ્યારે 100, 30 થી 35 વર્ષની વચ્ચેની છે. 25 વર્ષથી ઓછી ઉંમરના કુલ 130 સભ્યો છે.

મહિલા કમાન્ડોને આધુનિક હથિયારોની તાલીમ આપવામાં આવે છે. જેમાં એકે 47નો પણ સમાવેશ થાય છે. એટલું જ નહીં તેમને અંધારામાં માત્ર 45 સેકન્ડમાં બંદૂક તૈયાર કરવા માટે પણ તાલીમ આપવામાં આવે છે. ખરેખર, મહિલાઓએ પોતાની ભાગીદારીથી એ સુનિશ્ચિત કર્યું છે કે તે માત્ર પરિવાર જ નહીં પરંતુ દેશની સેવા કરવામાં પણ પોતાનો સહયોગ આપશે. અમે તેમના સાહસ અને ઉત્સાહને સલામ કરીએ છે.