‘તારક મહેતા…’ની અંજલી ભાભી સહિત સ્ટાર્સે આ રીતે સેલિબ્રેટ કરી થર્ટી ફર્સ્ટ

લોકડાઉન બાદ સીરિયલ્સ અને ફિલ્મોનું શૂટિંગ શરૂ કરવામાં આવ્યું હતું ત્યારે કોમેડી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલના સ્ટાર કાસ્ટ પોતાની આગવી ઓળખ અને કોઈ ને કોઈ કારણોસર ચર્ચામાં રહેતા હોય છે. આ સીરિયલમાં ઘણા નવા ફેરફારો થઈ ગયા છે. ત્યારે સીરિયલના સ્ટાર્સે સાથે મળીને થર્ટી ફર્સ્ટ અને નવા વર્ષની ઉજવણી કરી હતી. જેની તસવીરો સીરિયલની નવી અંજલી ભાભીએ શેર કર્યાં હતાં. આ તસવીરોમાં સુનૈના બોલ્ડ લુક જોવા મળ્યો હતો. હાલ આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

સીરિયલની અંજલી ભાભીએ એટલે સુનૈનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘણી તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં સુનૈના નવા વર્ષની પાર્ટીની ઉજવણી કરતી જોવા મળી હતી. આ તસવીરોમાં સુનાના ગ્રીન કલરના સ્ટાઈલિશ ગાઉનમાં બોલ્ડ લુક જોવા મળ્યો હતો જ્યારે તેણે શૈલેષ લોઢા સાથે પણ પોઝ આપ્યો હતો.

સુનૈનાએ શોના જેઠાલાલ એટલે કે અભિનેતા દિલીપ જોશી સાથેની પણ એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં દિલીપ ગ્રે રંગના કપડાં પહેર્યા હતા અને એકદમ સ્ટાઇલિશ દેખાતા હતાં.

તેની સાથે જ સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના અન્ય કલાકાર પણ જોવા મળ્યાં હતા. આ વખતે બાપૂજીએ ન્યૂ યર પાર્ટી યોજવાનું કામ પોતાના માથે લીધું હતું અને જેના કારણે જેઠાલાલ અને સોસાયટીના અન્ય લોકો ચિંતામાં મુકાઈ ગયા હતાં.

સુનૈના ફોઝદાર શોમાં અંજલિનું પાત્ર ભજવી રહી છે અને પહેલા આ પાત્ર નેહા મહેતા ભજવતી હતી. નેહાએ અંગત કારણોસર આ શોને અલવિદા કહી દીધું હતું. સુનૈના આ શોમાં અંજલિના પાત્રને ન્યાય આપવા માટે ભરપૂર મહેનત કરી રહી છે.

હાલમાં જ આવેલા એક એપિસોડમાં તારક મહેતા અને અંજલિ ભાભી રોમાન્સ કરતા નજરે પડ્યા હતા. તેમના આ રોમાન્સે તો ચાહકોને દિવાના બનાવી દીધા હતાં. તારક અને અંજલિનો રોમાન્સ શો પર કદાચ પહેલી વાર જોવા મળ્યો છે. સુનૈના અને શૈલેષ લોઢાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ ચાવી રહ્યો છે.