આલીશાન ફાર્મહાઉસમાં ઠાઠથી રહે છે સુનીલ શેટ્ટી, જુઓ ગાર્ડથી પૂલ સુધીની તસવીરો

સુનીલ શેટ્ટી 59 વર્ષનો થઈ ચૂક્યો છે. 11 ઓગસ્ટ 1961ના મેંગલોર(કર્ણાટક) પાસેના મુલ્કીમાં જન્મેલા સુનીલ શેટ્ટીને બોલિવૂડમાં 28 વર્ષ થઈ ચૂક્યા છે. તેણે 1992માં આવેલી ફિલ્મ ‘બલવાન’થી કરિયરનો પ્રારંભ કર્યો હતો. તેની સામે લીડ રોલમાં દિવ્યા ભારતી હતી. ઘણી સુપરહિટ ફિલ્મ્સમાં કામ કરી ચૂકેલો સુનીલ શેટ્ટી એક્ટર હોવાની સાથે બિઝનેસમેન પણ છે. તે રેસ્ટોરાં ચેન, સેલિબ્રિટી ક્રિકેટ લીગની ટીમ, ફર્નિચર-હોમ સ્ટાઈલ સ્ટોરનો માલિક છે. સુનીલ શેટ્ટીનું મુંબઈ પાસેના હિલ સ્ટેશન ખંડાલામાં એક વૈભવી ફાર્મહાઉસ છે.

અંદાજે 6200 સ્કે.ફૂટમાં ફેલાયેલા આ વૈભવી ફાર્મહાઉસમાં પ્રાઈવેટ ગાર્ડન, સ્વિમિંગ પૂલ, ડબલ હાઈટનું લિવિંગ રુમ, 5 બેડરૂમ અને કિચન છે. આ ફાર્મહાઉસમાં જે સૌથી વધુ રસપ્રદ વસ્તુ છે તો તે ડાઈનિંગ રુમ, જેની બાજુમાં જ પૂલ છે. સુનીલ શેટ્ટીના ફાર્મહાઉસને કુદરતી સુંદરતાને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવ્યો છે. એલીગેન્ટ સ્ટ્રક્ચર, ગ્રીન ડિઝાઈન, શાનદાર ઈન્ટિરિયર, કુદરતી હવા અને સ્કાઈટલાઈટ જેવી વાતો સૌથી અલગ અને ફાર્મહાઉસને શાનદાર સાબિત કરે છે.

ફાર્મહાઉસના મોટાભાગના હિસ્સાને ઓપન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત પૂલ સ્પેસ પણ ઘણી વધારે છે. સંપૂર્ણ ફાર્મહાઉસને જોતા કોઈ આઈસલેન્ડ પર હોવાનો અનુભવ થાય છે. સુનીલ શેટ્ટીના આ ફાર્મહાઉસના આર્કિટેક્ટચરનું કામ જ્હોન અબ્રાહમના ભાઈ એલન અબ્રાહમે ડિઝાઈન કર્યું છે.

ઈન્ટિરિયર અને ફર્નિચર સુનીલ શેટ્ટીની પત્ની માનાએ જ કર્યું છે. સુનીલે 2013માં પોતાના નવા ડેકોરેશન શોરુમને લોન્ચ કરતા સમયે કહ્યું હતું કે, આ એ જ સ્થળ છે જ્યાં તેના પિતા વીરપ્પા શેટ્ટી કામ કરતા હતા. વર્લી સ્થિત રેસ્ટોરાં ખાતે તેના પિતા વર્ષો અગાઉ વેટર હતા અને પ્લેટ સાફ કરતા હતા.

સુનીલ શેટ્ટીએ એમ પણ કહ્યું કે, તેના પિતાએ 9 વર્ષની વયે જ કામ કરવાનું શરૂ કર્યું હતું. ઘણા સંઘર્ષ બાદ 1943માં સુનીલના પિતાએ એક સંપૂર્ણ બિલ્ડિંગ ખરીદી લીધી હતી જે વર્લીના ફોર સિઝન હોટલની બાજુમાં જ આવેલી છે. સુનીલ શેટ્ટી હવે ફિલ્મ્સ કરતા બિઝનેસ પર વધુ ફોક્સ કરી રહ્યો છે. તેનો બિઝનેસ ઘણા ફિલ્ડમાં ફેલાયેલો છે. સંપૂર્ણ દેશમાં તેના ફિટનેસ સેન્ટર્સ આવેલા છે.

સુનીલ શેટ્ટી પોપકોર્ન એન્ટરટેનમેન્ટ નામના પ્રોડક્શન હાઉસના માલિક છે. મુંબઈમાં મિસચીફ નામની બુટીક ચેન પણ છે. વેન્ચર એસ 2 રિયાલિટી નામની રિયલ એસ્ટેટ કંપની પણ છે. આ સાથે જ મુંબઈમાં જ રેસ્ટોરાં ચેન પણ છે. સુનીલ શેટ્ટીએ 1991માં ગુજરાતી મુસ્લિમ માના કાદરી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 1 વર્ષ બાદ જ 5 નવેમ્બર 1992ના સુનીલ શેટ્ટી પિતા બન્યો. તેમની દીકરી આથિયા શેટ્ટી છે. જ્યારે 15 જાન્યુઆરી 1996ના દીકરા અહાનનો જન્મ થયો હતો.

સુનીલ શેટ્ટીની દીકરી આથિયા પણ ફિલ્મ્સમાં કામ કરી રહી છે. તેણે ફિલ્મ ‘હીરો’થી ડેબ્યૂ કર્યું. તે પછી આથિયા ‘મુબારકાં’, ‘નવાબઝાદે’ અને ‘મોતીચૂર ચકનાચૂર’ જેવી ફિલ્મ્સમાં જોવા મળી ચૂકી છે. જ્યારે દીકરો અહાન સાજીદ નડિયાદવાલાની ફિલ્મ ‘તડપ’થી ડેબ્યૂ કરી રહ્યો છે.

સુનીલ શેટ્ટીએ ‘વક્ત હમારા હૈ’(1993), ‘દિલવાલે’(1994), ‘મોહરા’(1994), ‘ગદ્દાર’(1995), ‘સપૂત’(1996), ‘હેરા ફેરી’ (2000), ‘રેફ્યૂઝી’ (2000), ‘ધડકન’(2000), ‘બ્લેકમેલ’ (2005), ‘ફિર હેરાફેરી’ જેવી સુપરહિટ ફિલ્મસમાં કામ કર્યું છે.