ચિતામાં પતિને નિહારતી રહી પત્ની, ગુમસુમ ઉભેલી પત્નીએ સેલ્યુટ કરી કહ્યું, ‘આઇ લવ યુ’ - Real Gujarat

ચિતામાં પતિને નિહારતી રહી પત્ની, ગુમસુમ ઉભેલી પત્નીએ સેલ્યુટ કરી કહ્યું, ‘આઇ લવ યુ’

મેરઠમાં તિરંગાને છાતીએ વળગાડીને ભીડ વચ્ચે એક ખૂણામાં ઉભેલી સ્વાતીની આંખોનું પાણી સૂકાઈ ગયું હતું. તે ક્યારેક રડતી તો ક્યારેક ગુમસુમ ઊભી રહીને પોતાના પતિ મયંકને નિહારતી હતી. સૈન્ય અધિકારીઓએ તેને સમજાવીને ત્યાંથી લઈ ગયા ત્યારે સ્વાતિએ મયંકને સેલ્યૂટ કર્યું અને આઇ લવ યુ કહીને ત્યાંથી સાઇડમાં આવી ગઈ. આ દૃશ્ય જોઈને ત્યાં હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. તેમણે પણ મયંકને સેલ્યૂટ કર્યું હતું.

સૂરજકુંડ સ્થિત સ્મશાન ઘાટ પર જ્યારે સૈન્ય અધિકારીઓએ સ્વાતિને તિરંગો સોંપ્યો તો તેને છાતીએ વળગાડી દીધો અને પતિના ચરણોને પકડીને રડવા લાગી હતી. પરિવારના લોકો પણ રડી રહ્યા હતાં. આ પછી સૈનિકના પાર્થિવ દેહને ચિતા પર રાખવામાં આવ્યો હતો. સ્વાતિ ત્યાં એક ખૂણામાં ઊભી હતી અને તેના પતિને નિહાળતી હતી. પિતા વિરેન્દ્ર સિંહે જ્યારે મુખાગ્નિ આપી ત્યારે સ્વાતિ ખૂબ જ રડતી હતી. પરિવારની અન્ય મહિલાઓ અને સૈન્ય અધિકારીઓ તેને ત્યાંથી લઈ ગયા હતાં. આ પહેલાં સ્વાતિએ તેના પતિને સેલ્યૂટ કર્યું હતું અને આઇ લવ યુ કીધું હતું.

શહીદ મેજર મયંક વિશ્નોઈને સૈન્ય સન્માન સાથે અંતિમ વિદાય આપી હતી. થ્રી જાટ રેજિમેન્ટના જવાનોએ ગાર્ડ ઓફ ઓર્નર આપ્યું હતું. આર.આર. બટાલિયનની રાજપૂત રેજીમેન્ટ સહિત દરેક સૈન્ય ઓફિસરોએ પુષ્પ ચક્ર અર્પિત કર્યા હતાં.

સૂરજકુંડ સ્મશાન ઘાટ પર પોતાના જીજાજી શહિદ મેજરના અંતિમ દર્શન કર્યા અને સ્વાતિના આંસુને જોઈને તેની બહેન બેભાન થઈને પડી ગઈ હતી. પરિવારના લોકો પાણી છાંટી તેને ભાનમાં લાવ્યા હતાં.

મેજર મયંકનો એક ફ્રેન્ડ એરફોર્સમાં હતો અને બીજો બેન્કમાં કાર્યરત છે. ત્રણેય દોસ્તોની જોડી આખા વિસ્તારમાં જાણિતી હતી. માર્શલ પિચ અને ડિફેન્સમાં થયેલી ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ત્રણેયે જીત અપાવી હતી. ત્રણેય દોસ્તોમાં સ્ટડી અને સ્પોર્ટ્સમાં મયંક સૌથી સારો હતો. સમય મળે ત્યારે તે ફ્રેન્ડને નોટ્સ બનાવવા અને ભણવામાં મદદ પણ કરતાં હતાં.

મેજર મયંકે 12માં ધોરણ સુધીનો અભ્યાસ કેવી પંજાબ લાઇન્સથી કર્યો છે. સ્કૂલમાં તેમના એક મિત્ર નંગલાતાશી નિવાસી અમન હતો. અમન આજકાલ એરફોર્સમાં ટેક્નિકલ વિભાગમાં કાર્યરત છે. તે ઉપરાંત એક અન્ય મિત્ર દિશાંત શર્મા હતો. જે શિવલોકપુરીમાં મયંકના પાડોશમાં રહે છે. દિશાંતે કૃષ્ણા પબ્લિક સ્કૂલમાંથી 12માં ધોરણ સુધી અભ્યાસ કર્યો અને આજકાલ તે પીએનબીમાં કાર્યરત છે.

કહેવામાં આવે છે કે, ત્રણેય મિત્ર ગોવિંદપુરીમાં ચીનૂભાઈને ત્યાં ગણિતના ટ્યૂશનમાં જતાં હતાં. દિશાંતે જણાવ્યું કે, દશમા અને બારમામાં મયંકને 90 ટકા કરતાં વધુ માર્ક પ્રાપ્ત થયાં હતાં. આખા વિસ્તારના બાળકોમાં મયંકનું જ ઉદાહરણ આપવામાં આવતું હતું.

મયંકે એનડીએની પરીક્ષા તો પાસ કરી લીધી હતી. પણ ઇન્ટરવ્યૂમાં રહી જતા હતાં. મિત્ર દિશાંતે જણાવ્યું કે, પાંચમાં પ્રયત્ને મંયકને સફળતા પ્રાપ્ત થઈ હતી. પિતા રિટાયર્ડ સૂબેદાર વિરેન્દ્ર સિંહ વિશ્નોઈને પણ મયંક પ્રેરણાસ્ત્રોત માનતા હતાં. પિતા એમએ ઇકોનોમિક્સમાં 1978માં ગોલ્ડ મેડલિસ્ટ રહ્યા હતાં. બાળપણથી જ મયંકને સેનામાં જવાની ઇચ્છા હતી. મયંકના જુસ્સાને જોઈ તેમનો મિત્રએ પણ સેનામાં જવાની તૈયારી શરૂ કરી હતી. ત્રણેય ફ્રેન્ડ રનિંગ, લોંગ જંપ સહિતની છાવણી વિસ્તારમાં પ્રેક્ટિસ કરતાં હતાં.

સેનામાં બોર્ડ પર તહેનાત રહેવા માટે કેટલાક નિયમ જરૂરી હોય છે. હિલ એરિયામાં કાર્ય કરવા માટે સમય સીમા નિર્ધારિત હોય છે. દિશાંતે જણાવ્યું કે, મેજર મયંક બોર્ડરનું પોસ્ટિંગ માંગતાં હતાં. દોઢ વર્ષ બોર્ડર પર રહ્યા પછી તેમના ઉચ્ચ અધિકારીઓનું કહેવું હતું કે, હિલ એરિયામાં છ મહિના સુધીનો સમય બાકી છે. આ સમય પૂરો કરી લેજો. પણ મયંકે કહ્યું કે, તે બોર્ડર પર જ રહેવા માંગે છએ. અતિ આવશ્યક પરિસ્થિતિઓમાં જ મયંક રજા લેતાં હતાં.

એનડીએની એક્ઝામ પાસ કરનારા મયંકે ડિફેન્સ કોલોની ગંગાનગરમાં કર્નલ દેવગન પાસેથી ટ્રેનિંગ લીધી હતી. દિશાંતે જણાવ્યું હતું કે, તે સાઇકલ લઈને જ પોતાના કોચિંગ જતાં હતાં. જે પણ ભણાવવામાં આવતું હતું તેની પ્રેક્ટિસ કરતાં હતાં.

You cannot copy content of this page