દારૂ સંતાડવાનો આ નવો કિમીયો જોઈને તમે પણ એકવાર તો માથું ખંજવાળશો એ નક્કી!

સુરતમાં ઘણાં બુટલેગરો દારૂનું વેચાણ કરે છે જેમને બાતમીના આધારે પોલીસ પાડે છે ત્યારે બુટલેગરોને દારૂ વેચવા પોલીસથી બચવા માટે નવી-નવી તરકીબો અજમાવતા હોય છે પરંતુ ગમે તેમ કરીને પોલીસને આ અંગે જાણ થઈ જાય છે અને પોલીસ તેમને દબોચી લે છે. ત્યારે સુરત શહેરમાં એક વ્યક્તિ કચરાના ઢગલામાં દારૂ સંતાડીને તેનું વેચાણ કરતો હતો જેની બાતમીના આધારે પીસીબીએ ઝડપી પાડ્યો હતો.

સુરતમાં શહેરમાં એક વ્યક્તિ અનોખી રીતે દારૂનું વેચાણ કરતો હતો પરંતુ એક દિવસ પીસીબીને બાતમી મળી કે આ વ્યક્તિ મોટર સાયકલમાં કચરાના ઢગલામાં દારૂ છુપાને વેચાણ કરે છે. જોકે પીસીબીએ બાતમીના આધારે આ વ્યક્તિને દબોચી લીધો હતો અને દારૂની હેરાફેરી કરતાં વ્યક્તિ પાસેથી 40 હજારથી પણ વધુનો દારી અને મોટર સાયકલ સહિત 92 હજારનો મુદ્દામાલ ઝડપાયો હતો જેને કબજે કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

પીસીબી પોલીસનો સ્ટાફ જ્યારે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાને બાતમી મળી હતી કે, નવાગામ ડીંગોલીના હિરાનગર પાસે આવેલા એસએમસી શૌચાલય પાસે દારૂની હેરાફેરી થવાની છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને ક્રિષ્ના રામલાલ મિશ્રા નામના શખ્સને દબોચી લીધો હતો. પોલીસ કચરાના ઢગલામાં દારૂ જોઈને માથું ખંજવાળતી હરહી ગઈ અને દારૂ સહિત શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો.

આ શખ્સ લોડિંગ કેરેજમાં પ્લાસ્ટિકની ગુણોમાં ખાલી બોટલો પુઠા પ્લાસ્ટિક વગેરે પરચુરણ કચરામાં છુપાવીને દારૂ લઈ જઈ રહ્યો હતો જેથી કોઈને ખબર ન પડે. પરંતુ પોલીસે તેની પાસેથી 40 હજારથી વધુની કિંમતનો દારૂ મોબાઈલ અને રોકડા રૂપિયા તેમજ બાઈક મળી 92,280ની મત્તા કબજે કરી હતી.

આરોપી ક્રિષ્નાની પૂછપરછ કરતાં આ દારૂ દમણ ખાતે સપ્લાય કરનાર લાલુ નામના શખ્સે પાસેથી લાવ્યો હતો અને સુરતમાં રાકેશ નામના શખ્સે દારૂનો જથ્થો મંગાવ્યો હતો જેથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે.