ગુજરાતની આ લેડી જાતે ટ્રક ચલાવી 13 રાજ્યોના 4500 ગામડાઓની સફર કરવા નીકળી

સુરતની 42 વર્ષની દુરૈયા તપિયા વધુ એક સાહસ ખેડવા માટે જઈ રહી છે. 26 જાન્યુઆરીથી દેશવ્યાપી ટ્રક રાઈડ પર નીકળી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સ્વચ્છ ભારત’ અભિયાન, સશક્ત નારી અને આત્મનિર્ભર ભારત મિશનની સાથે જ કોવિડ-19થી સુરક્ષિત રહેવાના સંદેશાને જનજન સુધી પહોંચાડવા આ રાઈડનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે, દુરૈયા તપિયા બાઈકર્સ તરીકે ગુજરાતમાં પોતાની ઓળખ ધરાવે છે.

રાઈડ દરમિયાન બાઈકર્સ તરીકે જાણીતી દુરૈયા તપિયા પોતે સતત 35 દિવસ સુધી ટ્રક ચલાવશે. આ દરિમયાન તે 13 રાજ્યોના 4500 ગામડાઓ અને 10 હજારથી વધુ કિમીની સફર ખેડશે. 26 જાન્યુઆરીએ દુરૈયા ટ્રક લઈને રાઈડ માટે નિકળી હતી જેની તસવીરો પણ સામે આવી છે. આજે આ મહિલાના સુરતમાં ભરપુર વખાણ થઈ રહ્યાં છે.

આ અંગે દૂરૈયા તપીયાએ જણાવ્યું હતું કે, આ રાઈડનો ઉદ્દેશ્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન, સશક્ત નારી, સશક્ત ભારત અને આત્મનિર્ભર અભિયાનને લોકો સુધી પહોંચાડવાનો છે. આ સાથે જ ગામડાઓની પ્રજાને કોવિડ-19 મહામારી પ્રત્યે જાગૃત કરવાનો છે.

આ માટે દરેક ગામડાઓમાં જઈને લોકોને નિશુલ્ક માસ્ક, સેનેટાઇઝેર, પેડ અને ડસ્ટબીનનું વિતરણ કરવાની સાથે જ કોરોનાથી કેવી રીતે બચી શકાય તે અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ પણ કરવામાં આવશે.

13 રાજ્યોની સફર દરમિયાન દુરૈયા જે તે રાજ્યોના ડેલીગેટ્સ અને મંત્રીઓ અને નેતાઓ પણ મળશે. દરેક જગ્યાએ દુરૈયાનું સ્વાગત પણ કરવામાં આવશે. રાઈડનું અંતિમ ડેસ્ટીનેશન કેવડીયા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ હશે અને ત્યાર બાદ સુરત ખાતે રાઈડનું સમાપન કરવામાં આવશે. ત્રણ મહિના સુધી ટ્રેનિંગ લઈ લાઈસન્સ મેળવ્યું છે.