સુરતમાં મૃતદેહોને પણ લાઈનમાં ઉભા રહેવાનો આવ્યો વારો! આ તસવીરો જોઈ તમે પણ રડી જશો એ નક્કી

સુરત: હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાને માજા મુકી છે ત્યારે કોરોનાના દર્દીઓને સારવાર માટે ડોક્ટરો રાત-દિવસ પોતાની ફરજ નિભાવી રહ્યાં છે પરંતુ કોરોનાના દર્દીઓના ઘણાં લોકોના મોત થઈ રહ્યાં છે. મહત્વની વાત એ છે કે, કોરોનાની સારવાર માટે દર્દીઓને રાહ જોવી પડી છે કારણ કે સરકારી કે પ્રાઈવેટ હોસ્પિટલો હાઉસફૂલ છે. એટલું જ નહીં અગ્નિ સંસ્કાર કરવામાં પણ વેઈટિંગ છે. સુરતમાં હાલ સ્મશાનમાં અગ્નિદાહ માટે 8થી 10 કલાક વેઇટિંગ કરવું પડે છે. જેની ઘણી તસવીરો સામે આવી છે જે ડરામણી છે. સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવા માટે જગ્યા ખુટી પડી હોય તેવી દ્રશ્યો સામે આવી છે. આ લેખ દિવ્ય ભાસ્કરમાં છપાયેલો છે.

સમગ્ર ગુજરાતમાં કોરોનાને કારણે વણસેલી સ્થિતિને પરિણામે રાજકોટ, સુરત જેવાં શહેરોની હોસ્પિટલોમાં કોરોનાથી મૃત્યુ પામનારનો મૃતદેહ મેળવવા માટે પણ સ્વજનોને 12 કલાક સુધી વઈટિંગ છે તેવી સ્થિતિ સર્જાઈ છે. એટલું જ નહીં, મૃતદેહો મળ્યા બાદ પણ સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરવા માટે પણ અંદાજે 10 કલાક વેઈટિંગ છે તેવી સ્થિતિ સર્જાઈ છે. દિવ્ય ભઆસ્કરમાં છપાયેલા અહેવાલ પ્રમાણે, અંતિમવિધિ કરવા માટે મૃતદેહોને બારડોલી લઈ જવા પડ્યાં હતાં.

સુરતની સ્થિતિ એટલી હદે વણસી છે કે, સ્મશાનગૃહમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે નંબર મુજબ ટોકન આપવામાં આવે છે. ટોકન પ્રમાણે જેનો નંબર આવે તેનું નામ જાહેર કરવામાં આવે છે અને પછી તેને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. વેઈટિંગ લિસ્ટ અત્યારસુધી અંદાજે ચાર કલાકનું હતું પરંતુ છેલ્લા બે દિવસથી વેઈટિંગ ટાઈમમાં વધારો થયો છે અને આ વેઈટિંગ હવે 8થી 10 કલાકે પહોંચી ગયું છે.

સુરતની હોસ્પિટલો, સ્મશાનની બહાર મૃતદેહોના ખડકલા જોવા મળ્યા છે. મંગળવારે કોરોનાગ્રસ્ત પુત્રીની ચિંતામાં માતાએ અન્નત્યાગ કર્યા બાદ તેમનું મૃત્યુ થયું હતું. વૃદ્ધાની બીજી દીકરી એક તરફ માતાના અંતિમ સંસ્કાર માટે દોડાદોડ કરતી જોવા મળી હતી તો સાથે સ્મિમેર હોસ્પિટલમાં ગંભીર હાલત ધરાવતી પોતાની બહેન માટે ચિંતાતુર હતી.

કોરોનાને રોકવા માટે ગુજરાત સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે પરંતુ કોરોના રોકાવવાનું નામ જ નથી લેતો. જોકે કોરોનાના દર્દીઓમાં અચાનક વધારો થતાં હોસ્પિટલો હાઉસફૂલ થઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.દર્દીઓને સારવાર મળી રહે એ માટે મજૂરાના ધારાસભ્યએ માત્ર 48 કલાકમાં જ 100 બેડની હોસ્પિટલ એટલે કે કોવિડ કેર સેન્ટર તાબડતોડ ઊભું કરી આજે દર્દીઓ માટે ખુલ્લી મૂકવાની તૈયારીઓ કરી છે. ધારાસભ્ય હર્ષ સંઘવીના આ ઉમદા કાર્યમાં તેમના 100થી વધુ મિત્રો સહભાગી બન્યા છે.

એક પરિવાર સ્વજનના મૃતદેહની રાહ જોઈ રહ્યો હતો. મૃતજેહ આવતાં જ મહિલાઓ કલ્પાંત કરવા લાગી હતી. મૃતકની પુત્રી સ્ટ્રેચર સુધી જતી હતી પરંતુ સ્ટાફે સંક્રમણ ન ફેલાય તે માટે દૂર લઈ ગયા હતા તો રડતાં રડતાં કહેવા લાગી ‘હજુ થોડીવાર મને મારા પપ્પાને જોવા દો’ આ સ્થળથી 200 મીટર દૂર આવા અનેક પરિવાર રાહ જોઇ રહ્યા હતા.