ગુજરાતની જાણીતી ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની સુરત પોલીસે કરી ધરપકડ

સુરત: એકાદ બે મહિના પહેલા જ ઘૂવડને પકડીને વીડિયો બનાવવા બદલ સહિત અનેક વિવાદમાં સપડાયેલી ગુજરાતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલની પોલીસે ધરપકડ કરી હોવાનું મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે. એક યુવક પર જીવલેણ હુમલો કરવાના આરોપમાં કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે. કીર્તિ પટેલ ટિકટોકને રાતોરાત ચર્ચામાં આવી હતી.

સુરતની ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. યુવક પર માર મારીને જીવલેણ હુમલો કરી જીવલેણ હુમલો કરવાના કેસમાં સુરતના પુણાગામ પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે. પોલીસે કલમ 307ના ગુનામાં કીર્તિની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

કીર્તિ પટેલને ટિકટોક વીડિયો બનાવવા બાબતે એક યુવક સાથે ઝઘડો થયો હતો ત્યાર બાદ કીર્તિએ યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસ છેલ્લા ઘણાં દિવસથી કીર્તિ પટેલની ધરપકડ કરવા માટે શોધી રહી હતી જોકે આજે પુણાગામ પોલીસે કીર્તિ પટેલની ધરપકડ કરી છે.

ટિકટોક એપ્લિકેશનને કારણે હજારો લોકો રાતોરાત સ્ટાર બની ગયા છે ત્યારે ગુજરાતની કીર્તિ પટેલ પણ ટિકટોક વીડિયોને કારણે સ્ટાર બની ગઈ હતી. જોકે કીર્તિ પટેલના અનેક વીડિયોને કારણે વિવાદમાં સપડાઈ ગઈ હતી. કીર્તિ પટેલ હાલ ગુજરાતમાં ટીકટોક સ્ટાર તરીકે ઓળખાય છે.

નોંધનાીય છે કે, એકાદ મહિના પહેલાં ટિકટોક સ્ટાર કીર્તિ પટેલનો ઘુવડ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘુવડ ગુજરાત સરકાર દ્વારા સંરક્ષિત પ્રાણીઓની કેટેગરીમાં આવતું હોવાને વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગે ટિકટોક સ્ટાર કીર્તિને 15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જ્યારે વીડિયો ઉતારનારને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.