આ છે 600 વર્ષ જૂની હોટલ જ્યાં રિયા સાથે રોકાયો હતો સુશાંત, જાણો હોટલમાં શું છે ખાસ?

સુશાંત સિંહ રાજપુતનો જન્મ 21 જાન્યુઆરી 1986ના રોજ થયો હતો એટલે આજે સુશાંતની જન્મજંયતિ છે. અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં સીબીઆઈ તપાસની શરૂઆત થઈ ત્યારથી અનેક નવા અને મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. આ દરમિયાન સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીએ તેનું મૌન તોડ્યું હતું. ખાનગી મીડિયા સાથે વાતચીત દરમ્યાન, રિયા ચક્રવર્તીએ તેમના પર લગાવેલા દરેક આરોપનો જવાબ આપ્યો. રિયાએ સુશાંત સાથે યુરોપ પ્રવાસ વિશે પણ વાત કરી હતી.

રિયા ચક્રવર્તીએ કહ્યું, ‘જ્યારે અમે યુરોપની સફર પર જઇ રહ્યા હતા ત્યારે સુશાંતે કહ્યું હતું કે તે ફ્લાઇટમાં બેસીને ગૂંગળામણ અનુભવે છે અને તે માટે તેઓ મોડાફિનીલ નામની દવા લે છે. ફ્લાઇટ પહેલાં તેણે તે દવા પણ લીધી હતી. કારણ કે તે દવા સુશાંત હંમેશા તેની સાથે રાખતો હતો. આવી સ્થિતિમાં, તે દવા માટે કોઈની સલાહની જરૂર નહોતી.

વાતચીતમાં રિયા ચક્રવર્તીએ વધુમાં કહ્યું કે, જ્યારે અમે પેરિસમાં ઉતર્યા ત્યારે સુશાંત ત્રણ દિવસ સુધી રૂમમાંથી બહાર આવ્યો ન હતો. કારણ કે જતા પહેલા તે ખૂબ જ ખુશ અને ઉત્સાહિત હતો અને તે તેનો અલગ અલગ અંદાજ બતાવવા માંગતો હતો, પછી મેં ચિંતા કરવાનું શરૂ કર્યું. પેરિસ પહોંચ્યા પછી તે રૂમમાંથી બહાર નીકળ્યો નહીં, પરંતુ અમે ત્યાંથી સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા ત્યારે તે ખુશ હતો. આ પછી અમે ઇટાલી ગયા.

રિયાએ જણાવ્યું કે ઇટાલીમાં તેણે Palazzo Magnani Feroni Hotelમાં બુકિંગ કરાવ્યું હતું, જે ગોથિક હોટલ છે. તેને પહેલાં આ વિશે ખબર નહોતી. પરંતુ જ્યારે તે આ હોટલના રૂમમાં રહ્યો, ત્યારે રૂમનું એક અલગ પ્રકારનું સ્ટ્રક્ચર હતું. આ તે હોટલ છે જેના વિશે રિયા વાત કરી રહી છે.

આ પ્લાઝો મેગ્નાની ફેરોની હોટેલ ઈટલીનાં ફ્લોરેન્સમાં આવેલી છે. આ હોટલ 15મી સદીમાં બનાવવામાં આવી હતી. તે Florentine સ્ટાઈલમાં બનાવવામાં આવ્યું હતું અને 1 મી સદીના સ્ટેચ્યૂ, પેઇન્ટિંગ્સ અને અન્ય વસ્તુઓથી સજ્જ છે. તે San Fredianoના ઐતિહાસિક સ્થળ પર છે, જે વિશ્વના સૌથી કૂલ ટ્રાવેલની જગ્યાઓમાંનું એક માનવામાં આવે છે.

15મી સદીની શરૂઆતમાં Del Puglieses પરિવાર આ જગ્યાએ (હોટલ)ના માલિક હતા. તેમણે આ સિંગલ છતવાળા મકાનને 8 નવા નાના એપાર્ટમેન્ટમાં રૂપાંતરિત કર્યા હતા. Del Puglieses પરિવાર આ આર્ટ સાથે જોડીને જોવામાં આવે છે. 16મી સદીના મધ્યમાં, આ એપાર્ટમેન્ટને બે ભાગોમાં વહેંચવામાં આવ્યું હતું.

પાછળથી આ બંને ભાગોને જોડવામાં આવ્યા હતા અને 1770 સુધીમાં અત્યંત શ્રીમંત વ્યક્તિ Francesco, જેને પાછળથી Giuseppe, Marquis Ubaldo Feroniની નામ આપવામાં આવ્યું. તેણે ખરીદ્યો હતો. એવું માનવામાં આવે છે કે Napoleonic Wars દરમિયાન, ફોર્મલ પાર્ટીઓ અને ગ્રાંડ બોલ્સ રાખવામાં આવતા હતા. 19મી સદીમાં Magnanis કુટુંબને આ મકાન મળ્યું, જેણે પ્રથમ વિશ્વ યુદ્ધના અંત સુધી તેને રાખ્યું હતું. 2015 થી 2019 સુધી, આ હોટલ Michel Elefteriadesની મિલકત હતી.

રિયાએ ખાનગી મીડિયાને આ હોટલમાં રોકાવા વિશે કહ્યું, ‘રૂમમાં એક ડોમ જેવું સ્ટ્રક્ચર હતું અને દરવાજાના કિવાડ પર ફોટા હતા. મને રૂમમાં ડર લાગતો હતો, પણ સુશાંતે કહ્યું કે બધુ બરાબર છે. પરંતુ બાદમાં તે સુઈ શક્યો નહીં. રાત્રે સુશાંતે મને કહ્યું કે અહીં કંઈક છે, પરંતુ મેં કહ્યું કે તે એક ખરાબ સ્વપ્ન હોઈ શકે છે. ત્યારબાદ સુશાંતની હાલત બદલાઈ ગઈ હતી અને તે રૂમની બહાર નીકળવા માગતો નહોતો.

રિયા ચક્રવર્તીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 2013માં સુશાંતને ડિપ્રેશનનો એક એપિસોડ થયો હતો. રિયાએ કહ્યું, ‘ઇટાલીથી તેના વર્તનમાં પરિવર્તન આવ્યું છે, તેથી મેં તેને પૂછ્યું કે શું થયું છે. શું તું બીમાર છે? તને તાવ છે? શું વાત છે? ત્યારે સુશાંતે જણાવ્યું હતું કે તેની પાસે 2013માં ડિપ્રેશનનો એપિસોડ થયો હતો.

રિયાએ કહ્યું, ‘ત્યારે તે એક મનોવિજ્ઞાનીને મળ્યો હતો, જેનું નામ હરેશ શેટ્ટી છે. તેમણે જ દવાઓ વિશે કહ્યું હતુ. રિયા ચક્રવર્તીએ ખાનગી મીડિયાને કહ્યું કે સુશાંતે તેને ડિપ્રેશન વિશે કહ્યુ પછી તેમણે યુરોપના પ્રવાસનો સમય ઓછો કરી નાખ્યો હતો.