સુશાંતના જન્મદિવસ પહેલાં રિયા ચક્રવર્તી ફૂલો ખરીદવા નીકળી ઘરની બહાર, પણ જોડવા પડ્યા હાથ ને... - Real Gujarat

સુશાંતના જન્મદિવસ પહેલાં રિયા ચક્રવર્તી ફૂલો ખરીદવા નીકળી ઘરની બહાર, પણ જોડવા પડ્યા હાથ ને…

સુશાંત સિંહ રાજપુતની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તી મુંબઈના બાંદ્રા વિસ્તારમાં રસ્તામાં ખરીદી કરતી હતી તે સમયે કેમેરામાં કેદ થઈ હતી. બાંદ્રા વિસ્તારમાં એક ફૂલની દુકાને પહોંચેલી રિયા ચક્રવર્તી કેઝ્યુલ લૂકમાં જોવા મળી હતી. રિયાએ અલગ-અલગ દુકાનદાર પાસેથી અલગ-અલગ પ્રકારના ફૂલ ખરીદી રહી હતી. મહત્વનું છે કે, દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની જન્મતિથિ પહેલાં રિયા ફૂલ ખરીદવા પહોંચી હતી. નોંધનીય છે કે, 21 જાન્યુઆરીએ સુશાંત સિંહ રાજપૂતની જન્મજયંતી છે. સુશાંત સિંહ રાજપુત કેસમાં રિયા ચક્રવર્તીનું નામ વિવાદમાં આવ્યું હતું.

સુશાંત સિંહ રાજપુતની જન્મજયંતી પર તેની બહેનોએ વર્ચ્યૂઅલ ઈવેન્ટનું આયોજન કર્યું છે. આ સાથે તેમણે ચાહકોને અપીલ કરી છે કે, તેઓ સુશાંતના જીવન અને તેની યાદોને સેલિબ્રેટ કરે. સુશાંતની જન્મજયંતી પહેલા તેના ફેન્સે ટ્વિટર પર ‘One day for SSR birthday’ ટ્રેન્ડ કર્યું હતું.

સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ દરમિયાન બહાર આવેલા ડ્રગ્સ કેસમાં રિયા ચક્રવર્તી એક મહિના સુધી જેલમાં રહી હતી. જામીન પર મુક્ત થયા બાદ રિયા લોકોની નજરોથી દૂર રહેવાનું પસંદ કરી રહી છે. જામીન અરજીની શરત પ્રમાણે દર મહિને એકવાર રિયા ચક્રવર્તીને પોલીસ સ્ટેશનમાં હાજરી પુરાવવા માટે જવાનું છે ત્યારે રિયા છેલ્લે તેના ફ્રેન્ડ્સ સાથે એક ગેટ ટુ ગેધરમાં જોવા મળી હતી.

સુશાંતની જૂની તસવીરો શેર કરવા ઉપરાંત ચાહકો વિવિધ રીતે ટેલેન્ટેડ અભિનેતાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, 14 જૂન 2020ના રોજ સુશાંત સિંહ રાજપૂતનું મોત થયું હતું. સુશાંતના અપમૃત્યુ કેસની તપાસ મુંબઈ પોલીસે કરી હતી. ત્યાર બાદ સમગ્ર કેસની તપાસ CBIને સોંપવામાં આવી હતી. આ ઉપરાંત ED-NCB પણ આ કેસમાં તપાસ કરી રહ્યી છે.

સુશાંત સિંહના પિતાએ પટણામાં ફરિયાદ નોંધાવ્યા બાદ કેસ સીબીઆઈને સોંપવામાં આવી હતી. સુશાંતના પિતાના આરોપ હતો કે, દીકરાના અકાઉન્ટમાંથી 17 કરોડ રૂપિયા ગાયબ થયા હતાં ત્યાર બાદ ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ)એ તપાસ શરૂ કરી હતી. ઈડીને તપાસ દરમિયાન રિયા ચક્રવર્તી અને તેના ભાઈ શોવિક ચક્રવર્તીના ફોનમાંથી કથિત ડ્રગ્સ ચેટ મળી આવી હતી. ત્યાર બાદ NCBની આ કેસમાં એન્ટ્રી થઈ હતી. છેલ્લા 6 મહિનાથી આ ત્રણેય એજન્સીઓ સુશાંતના મોત કેસની તપાસ કરી રહી છે.

You cannot copy content of this page