આ છે સુશાંતની છેલ્લી પાંચ ફિલ્મની ફીનો આંકડો, જાણો કઈ ફિલ્મ માટે મળી હતી કેટલી રકમ

મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂતના નિધનને ત્રણ મહિના કરતાં વધારે સમય થઈ ગયો છે. તેમના મોતની તપાસમાં દેશની ટૉપ એજન્સી કરી રહી છે. જોકે, આ ઉપરાંત બોલિવૂડના આ સુપરસ્ટારના મોતનું કારણ હજું અકબંધ છે.

સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ દરમિયાન ઘણાં સેલેબ્રિટી સાથે જોડાયેલી વાત સામે આવી છે. આ તપાસ મુજબ, સુશાંત માત્ર ફિઝિક્સ, એસ્ટ્રોફિઝિક્સ અને સ્પેસ સાથે જોડાયેલી વસ્તુમાં વધુ રસ ધરાવતો હતો એટલું જ નહીં તેને ડ્રગ્સનો પણ શોખ હતો. કેટલાક રિપોર્ટ મુજબ, સુશાંત ડિપ્રેશનથી હેરાન હતો અને તેમના એક ડૉક્ટર મુજબ, સુશાંત બાઇપોલર ડિસઓર્ડર નામની માનસિક બીમારીથી પણ સંઘર્ષ કરી રહ્યો હતો. તો સુશાંતના ફેન્સનું માનવું છે કે, સુશાંતનું મર્ડર કરવામાં આવ્યું છે અને તેમને માનસિક બીમાર ગણાવી કોઈ ષડયંત્રમાં ફસાવવામાં આવ્યો છે.

સુશાંતનું જીવન ભલે ખૂબ જ ઉથલ-પાથલ ભર્યું રહ્યું હોય પણ તે પોતાની ફિલ્મોમાં તેમની એક્ટિંગમાં ક્યારેય આ વસ્તુને જાહેર કરતો નહોતો. કદાચ એવું કારણ હશે કે તેમને નેચરલ એક્ટિંગ ખૂબ જ પસંદ હશે. સુશાંતને આર્થિક રીતે કોઈ મુશ્કેલી નહોતી જયા સાહાનીએ NCB સાથેની વાતચીતમાં સામે આવ્યું છે. જયા સુશાંતની મેનેજર હતી અને તેમને ઘણાં પ્રોજેક્ટ્સ અપાવી ચૂકી હતી. આ ફિલ્મોમાં સુશાંતને કેટલી ફી મળી હતી તેના વિશે જણાવીએ.

સુશાંતની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘છિછોરે’ માટે 5 કરોડ રૂપિયા મળ્યાં હતાં. આ ફિલ્મમાં તેમની સાથે શ્રદ્ધા કપૂર, તાહિર ભસીન, વરુણ શર્મા અને પ્રતીક બબ્બર સહિતના સ્ટાર હતાં. ફિલ્મ ‘દંગલ’ ફેમ ડિરેક્ટર નિતેશ તિવારીએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી.

મનોજ બાજપેયી, રણવીર શૌરી અને આશુતોષ રાણા જેવા સ્ટારની ફિલ્મ ‘સોનચિડિયા’ માટે સુશાંતને 5 કરોડ રૂપિયા ફી મળી હતી. અભિષેક ચૌબે દ્વારા નિર્દેશિત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કર્યું નહોતું, પણ ક્રિટિક્સે આ ફિલ્મના ખૂબ જ વખાણ કર્યાં હતાં.

અભિષેક કપૂર દ્વારા નિર્દેશિત ફિલ્મ કેદારનાથ માટે સુશાંતને 6 કરોડ રૂપિયા ફી મળી હતી. અભિષેક કપૂર સીથે સુશાંતે વર્ષ 2013માં ફિલ્મ ‘કાઇ પો છે’થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. તો ફિલ્મ ‘કેદારનાથ’થી સારા અલી ખાને તેમના કરિયરની શરૂઆત કરી હતી.

સુશાંત સિંહ રાજપુતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ ઓટીટી પ્લેટફોર્મ હોટસ્ટાર પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોનો જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. આ ફિલ્મ માટે સુશાંતે 3.5 કરોડ રૂપિયા ફી લીધી હતી. આ ફિલ્મની સાથે જ સંજના સંઘીએ તેમના બોલિવૂડ કરિયની શરૂઆત કરી હતી.

કરણ જોહરના પ્રોડક્શન હેઠળ બનેલી ફિલ્મ ‘ડ્રાઇવ’માં સુશાંત સિંહ રાજપૂત સાથે જેક્લિન ફર્નાન્ડિઝે કામ કર્યું હતું. આ ફિલ્મને થિએટર્સમાં રિલીઝ થવાની હતી અને તે ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. જેને દર્શકોએ નેગેટિવ પ્રતિક્રિયા આપી હતી. આ ફિલ્મ માટે સુશાંતને 2.5 કરોડ રૂપિયા મળ્યાં હતાં.