બાઉન્સરે પૈસા માટે અબજોપતિની દીકરીને બનાવી પ્રેમિકા, બેડ પર સંબંધ બાંધતી વખતે મારી નાખી

એક વ્યક્તિ પર પૈસા માટે પ્રેમિકાની હત્યા કરવાનો આરોપ છે. વ્યક્તિએ જેની હત્યા કરી તે એક અબજોપતિની દીકરી હતી. તેના ખાતામાં લાખો રૂપિયા હતા. હત્યા કર્યા બાદ તે યુવતીના ક્રેડિટ કાર્ડ, એટીએમ ગુમ થયા બાદ તેના બોયફ્રેન્ડ પર હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં કોર્ટમાં સુનાવણી ચાલે છે. વ્યક્તિએ કોર્ટમાં તે યુવતીનો જીવ કેવી રીતે ગયો તે અંગે વાત કરી હતી.

ધ સનના રિપોર્ટ પ્રમાણે, સ્વિટ્ઝરલેન્ડની એક હોટલના રૂમમાં બ્રિટિશ યુવતી એના રીડ મૃત મળી આવી હતી. તેની ઉંમર 22 વર્ષની હતી. તે હોટલમાં પોતાના જર્મન બોયફ્રેન્ડ માર્ક શેઝલ સાથે રોકાઈ હતી. શેઝલ એક બાઉન્સર છે. આરોપ છે કે ડોક્ટર્સને ફોન કર્યા પહેલાં જ માર્કે એનાની હત્યા કરી હતી. જ્યારે કોર્ટમાં આ કેસની સુનાવણી થઈ તો શેઝલે દાવો કર્યો હતો કે એનાનું મોત સેક્સ ગેમ રમતાં સમય થયું હતું.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એનાનું મોત ગળું દબાવવાને કારણે થયું હતું. તેના શરીર પર નાના કટના નિશાન હતા અને ફ્રેક્ચર પણ હતું. કહેવાય છે કે માર્ક પબ તથા નાઇટ ક્લબમાં બાઉન્સર તરીકે કામ કરે છે. એના સાથે સેક્સ માણતી વખતે શેઝલે તેનું ગળું દબાવી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે માર્ક પર 40 લાખથી વધુનું દેવું હતું. જ્યારે તેને ખબર પડી કે એનાના અકાઉન્ટમાં 25 લાખથી વધુ છે. તો તેણે પૈસા લેવાનો પ્લાન કર્યો હતો. આ પહેલાં તેણે એનાની હત્યા કરી હતી અને પછી સેક્સ કરતી વખતે મોત થયું હોવાનું કહ્યું હતું. આ કેસ 2019નો છે.

સુનાવણી દરમિયાન કપલની બાજુના રૂમમાં રહેતા લોકોએ કહ્યું હતું કે તે રાત્રે રૂમમાંથી ઝઘડવાનો અવાજ આવતો હતો. વાસણો તથા કાચ તૂટવાનો અવાજ પણ આવતો હતો.

લાગતું હતું કે રૂમમાં ઝઘડો થઈ રહ્યો હતો, કારણ કે એના, શેઝલ પાસેથી લાખો રૂપિયાનો હિસાબ માગતી હતી. આટલું જ નહીં શેઝલને મળ્યા બાદ તેના ખર્ચમાં વધારો થતો હતો.