સુંદરતામાં ‘બબીતા’ને પણ ઝાંખી પાડે છે ઐય્યરની રિયલ લાઇફ ઘરવાળી

ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો આગવો ચાહક વર્ગ છે. આ સિરિયલના દરેક કલાકારો ચાહકોમાં લોકપ્રિય છે. આ તમામ પાત્રમાંથી ઐય્યરનું પાત્ર અલગ તરી આવે છે. આ પાત્ર તનુજ મહાશબ્દેએ ભજવ્યું છે. હાલમાં જ એવી વાતો વહેતી થઈ છે કે તનુજ 48ની ઉંમરમાં લગ્ન કરવાનો છે. તે ઘણાં સમયથી એક યુવતીને ડેટ કરતો હતો અને હવે તેણે લગ્ન કરવાનું નક્કી કર્યું છે.

‘બબીતાજી’ કરતાં પણ સુંદરઃ સિરિયલમાં તનુજ મહાશબ્દેનું નામ કૃષ્ણન સુબ્રમણ્યમ ઐય્યર છે. તનુજ નવા વર્ષની શરૂઆતમાં લગ્ન કરી શકે છે. સૂત્રોના મતે, તનુજની રિયલ લાઇફ પ્રેમિકા રીલ લાઇફની પત્ની કરતાં ઘણી જ સુંદર છે. સિરિયલમાં ઐય્યરની પત્નીનો રોલ મુનમુન દત્તા પ્લે કરે છે. ભૂતકાળમાં મુનમુન ને તનુજ વચ્ચે અફેર હોય તેવી અટકળો થઈ હતી.

બંનેના લગ્નની અફવા ઉડી હતીઃ એક ઇન્ટરવ્યૂમાં મુનમુન દત્તાએ કહ્યું હતું કે તેઓ ઘણાં જ પ્રોફેશનલ છે. સેટ પર કામ સિવાય તે કોઈની સાથે વાત કરતી નથી. તો તનુજે કહ્યું હતું કે તેને ઘણીવાર વિશ્વાસ નથી થતો કે આટલી સુંદર એક્ટ્રેસ સિરિયલમાં તેની લાઇફ પાર્ટનરના રોલમાં છે.

મધ્યપ્રદેશમાં જન્મઃ તનુજ મહાશબ્દેનો જન્મ 1974માં મધ્યપ્રદેશના દેવાસમાં થયો છે. એક્ટર ઉપરાંત તનુજ રાઈટર પણ છે. તેણે ટીવી સિરિયલ ‘યે દુનિયા હૈ રંગીન’થી કરિયરની શરૂઆત કરી હતી. તેણે ‘તારક મહેતા..’ના પણ કેટલાંક એપિસોડ લખ્યા છે. તનુજે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સિરિયલમાં તમિળનો રોલ ભજવવો તેના માટે ઘણું જ મુશ્કેલ હતું. તે મરાઠી પરિવારમાંથી આવે છે. આથી તેણે સૌ પહેલાં તમિળ કલ્ચર અંગે તમામ માહિતી જાણી હતી. તેણે તમિળ લોકોની બૉડી લેંગ્વેજથી લઈ કપડાં કેવી રીતે પહેરે છે, કેવી રીતે હસે છે, બોલે છે, ગુસ્સો કેમ કરે છે, આ તમામ બાબતો પર ધ્યાન આપ્યું હતું.

તનુજે કહ્યું હતું કે તેના મતે તેના રંગે તેને સાથ આપ્યો હતો. બાકી તેની પાસે કંઈ જ નથી. તનુજે એક ઈન્ટરવ્યૂમાં હસતા હસતા કહ્યું હતું કે સિરિયલમાં તો પોપટલાલના લગ્ન નથી થયા, પરંતુ રિયલ લાઈફમાં તેના લગ્ન થયા નથી. તે તમામ કામ જાતે કરે છે.