ક્યારેય નહીં જોઈ હોય જેઠાલાલની બબીતાજીની નાનપણની તસવીરો

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બબીતાજી એટલે કે મુનમુન દત્તા હાલમાં અલગ જ કારણોસર ચર્ચામાં છે. મુનમુન દત્તાએ પોતાના એક વીડિયોમાં જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરીને વિવાદ ઊભો કર્યો છે. દેશમાંથી અલગ-અલગ રાજ્યમાં બબીતાજી પર 3-4 પોલીસ કેસ કરવામાં આવ્યા છે. બબીતાજી પર બિનજામીન પાત્ર ગુના હેઠળ કેસ કરવામાં આવ્યો છે. એટલે કે જો બબીતાજીની ધરપકડ કરવામાં આવે તો તેને જામીન મળી શકે નહીં અને તે આગોતરા જામીન પણ લઈ શકે નહીં. જોકે, હાલમાં બબીતાની નાનપણની તસવીરો વાઈરલ થઈ છે.

શું છે વાઈરલ તસવીરમાં? મુનમુન દત્તાએ સો.મીડિયામાં પોતાની નાનપણની બે તસવીરો શૅર કરી છે, જેમાં એક તસવીરમાં તે પોતાના જન્મદિવસ પર પરિવાર સાથે હાર્મોનિયમ વગાડતી હોય છે, જ્યારે બીજી તસવીરમાં મુનમુન દત્તા સ્થાનિક સ્કૂલ ફંકશનમાં સિંગિંગ કરતી જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે મુનમુન દત્તા 2008થી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતા ઐય્યરનું પાત્ર ભજવ્યું છે. આ સિરિયલમાં તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળ્યો હતો. આટલું જ નહીં તે સો.મીડિયામાં પણ પોતાની ગ્લેમરસ તસવીરો શૅર કરતી હોય છે. તે સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે.

મુનમુન દત્તાના પરિવારમાં માતા તથા એક ભાઈ છે. તેના પિતાનું અવસાન બે-ત્રણ વર્ષ પહેલાં થયું હતું. મુનમુન દત્તાનો જન્મ તથા ઉછેર પૂનામાં થયો છે. મુનમુને પોતાની કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી.

મુનમુન દત્તાને દેશ-દુનિયા ફરવાનો ઘણો જ શોખ છે. તે સોલો ટ્રીપ પર જાય છે. જોકે, છેલ્લાં દોઢ વર્ષથી કોરોના હોવાથી મુનમુન દત્તા ક્યાંય ગઈ નથી. જોકે, કોરોનાકાળ પહેલાં મુનમુન દત્તા યુરોપના દેશો, ભારત દેશની એડવેન્ચર જગ્યાઓ પર ફરી છે.