બબીતા અને ટપુ વચ્ચે છે ઈલુ ઈલુ, બંનેને કરવા છે લગ્ન, પરિવાર પણ છે સંમત

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 13 વર્ષથી ચાહકોનું મનોરંજન કરે છે. આ સીરિયલમાં મુનમુન દત્તા બબીતાજીનું પાત્ર ભજવે છે. બબીતાજી છેલ્લાં બે મહિનાથી શૂટિંગ કરતા નહોતા. મુનમુને જાતિ વિષયક કમેન્ટ્સ કર્યા બાદ વિવાદ થયો હતો. આ વિવાદ એકદમ શાંત પડી જાય પછી જ અસિત મોદીએ એક્ટ્રેસને સેટ પર બોલાવવાનું નક્કી કર્યું હતું. જોકે, આ દરમિયાન રાજ અનટકટ એટલે કે ટપુ સેટ પર આવતો હતો.

સૂત્રોના મતે, મુનમુન દત્તા તથા રાજ એકબીજાના ગાઢ પ્રેમમાં છે. બંને વચ્ચેનો પ્રેમ સો.મીડિયામાં જોઈ શકાય છે. બંને એકબીજાની સો.મીડિયા પોસ્ટમાં કમેન્ટ્સ કરતાં હોય છે. આ વાતને લઈ ચાહકોએ પણ સવાલો કર્યા છે. જોકે, તેઓ માત્ર મિત્ર હોવાની વાત કહે છે. જોકે, તેઓ માત્ર મિત્ર નથી. તેમની વચ્ચે મિત્રતાથી પણ કંઈક વધારે છે.

‘તારક મહેતા..’ની આખી ટીમને ખ્યાલ છે કે તેમની વચ્ચે કયા સંબંધો છે. આટલું જ નહીં મુનમુન તથા રાજના પરિવારને પણ આ સંબંધો અંગે જાણ છે. રાજ 24 વર્ષનો છે, જ્યારે મુનમુન 33 વર્ષની છે.

મુનમુન તથા રાજ બંને પોતાના પ્રેમસંબંધો અંગે ચૂપ છે. તેઓ આ અંગે કંઈ જ બોલવા તૈયાર નથી. આટલું જ નહીં સેટ પર પણ કોઈ વ્યક્તિ તેમના સંબંધો અંગે તેમની મજાક ઉડાવવામાં આવતી નથી. આ પ્રેમસંબંધ ખાસ્સા સમયથી ચાલે છે, પરંતુ વાત છેક હવે બહાર આવી છે.

નોંધનીય છે કે મુનમુન દત્તામાં 13 વર્ષ પહેલાં એક પુરુષ હતો. 2008માં મુનમુન દત્તાનાં સંબંધો બોલિવૂડ એક્ટર અરમાન કોહલી સાથે હતાં. બબિતા જ્યારે અરમાનને ડેટ કરતી ત્યારે તેની ઉંમર 21 વર્ષ હતી. તો અરમાન કોહલી 36 વર્ષનો હતો. એટલે કે મુનમુન દત્તા પોતાનાથી 15 વર્ષ મોટા અરમાનને ડેટ કરતી હતી.

થોડાજ વખતમાં મુનમુન દત્તા અને અરમાન કોહલીના સંબંધોમાં કડવાશ આવી હતી. વર્ષ 2008માં મોરેશિયસ અરમાન તથા મુન મુન દત્તા વેલેન્ટાઈન ડે સેલિબ્રિટ કરવા ગયા હતાં. કોઈ વાત પર આ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ગુસ્સામાં અરમાન કોહલીએ પોતાની પ્રેમિકા મુન મુન દત્તાને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, આટલું જ નહીં અરમાને પોતાનો જીવ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. અરમાનની મોરેશિયસમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. કોર્ટમાં અરમાને દંડ પણ ભરવો પડ્યો હતો.

ડોલી બ્રિન્દ્રા અને તેનો પતિ કૈઝાદ પણ આ સમયે ત્યાં જ હતાં, તેમણે મુન મુન દત્તાનો જીવ બચાવ્યો હતો. ડોલીની જણાવ્યા પ્રમાણે, અરમાને પોતાના મગજ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને તે બિલ્ડિંગ પરથી નીચે કૂદકો મારવા જતો હતો.