રોહિત શર્મા સાથે દેખાતો આ ટેણિયો કોણ છે? ‘તારક મહેતા’માં આજે તેનો વાગે છે ડંકો

મુંબઈઃ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ લોકપ્રિય ટીવી સીરિયલ છે. આ સીરિયલના તમામ પાત્રો ચાહકોમાં ઘણાં જ લોકપ્રિય છે. જેઠાલાલના પરિવાર સાથે ચાહકો ખાસ રીતે જોડાયેલા છે. ચાહકો ‘તારક મહેતા..’ના દરેક એક્ટર અંગે જાણવા માટે ઉત્સુક છે. જોકે, હાલમાં જ સો.મીડિયામાં એક તસવીર વાઇરલ થઈ છે અને આ તસવીરમાં ‘તારક મહેતા..’નો જ એક કલાકાર છે.

કોણ છે આ બાળક? ‘તારક મહેતા..’નું દરેક પાત્ર ચાહકોના મનમાં છવાયેલું છે. વાઇરલ થયેલી તસવીરમાં જે બાળક જોવા મળે છે તે શોમાં મહત્ત્વનું પાત્ર ભજવે છે. હવે તો આ બાળક મોટો થઈ ગયો છે અને સો.મીડિયામાં છવાયેલો રહે છે. ક્રિકેટર રોહિત શર્મા સાથે ફોટો ક્લિક કરાવનાર આ બાળક આખરે છે કોણ?

આજે છે એકદમ ફિટઃ આ બાળક આજે સીરિયલમાં ટપુનો રોલ પ્લે કરે છે. એટલે કે આ બાળક બીજું કોઈ નહીં પણ રાજ અનડકટ છે. નાનપણમાં એકદમ ગોલુમોલુ દેખાતો રાજ આજે એકદમ ફિટ થઈ ગયો છે.

બબીતા સાથે નામ જોડાયુંઃ રાજ અનડકટ હાલમાં જ બબીતા એટલે કે મુનમુન દત્તાને કારણે ચર્ચામાં આવ્યો હતો. બંને વચ્ચે અફેર હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે, બંનેએ આ વાતનો ઈનકાર કર્યો હતો.

રાજે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, ‘મારા વિશે જે પણ કંઈ લખવામાં આવી રહ્યું છે, હું તમને કહેવા માગીશ કે આવા ફૅક ન્યૂઝથી મારી લાઇફ પર કઈ હદે અસર પડે છે. મારી પરવાનગી વગર કંઈ પણ કેવી રીતે લખી શકાય તે પણ વિચારો. જેટલા પણ ક્રિએટિવ લોકો છે તે પોતાની એનર્જી અન્ય જગ્યાએ લગાવે. ભગવાન સદબુદ્ધિ આપે.’

ઉલ્લેખનીય છે કે ટપુના રોલમાં પહેલાં ભવ્ય ગાંધી હતો. ભવ્ય ગાંધીએ કેટલાંક કારણોસર શો છોડ્યો હતો અને ત્યાર બાદ રાજને લેવામાં આવ્યો છે.