પહેલી જ નજરમાં ટીમ ઈન્ડિયાના આ ખેલાડીએ યુવતીને આપી દીધું હતું દીલ પણ….

ભારતીય ફાસ્ટ બૉલર શ્રીસંતે ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરી લીધી છે. IPLમાં સ્પૉટ ફિક્સિંગ બાબતે ફાસ્ટ બૉલર શ્રીસંત પર વર્ષ 2013માં આરોપ લાગ્યો હતો. 6 ફેબ્રુઆરી 1983માં કેરળમાં જન્મેલાં શ્રીસંત સ્પૉટ ફિક્સિંગના આરોપ સામે લડ્યો અને આ પછી તેમના બેનને ઓછા કર્યાના સાત વર્ષ પછી કમબેક કર્યું છે. શ્રીસંતે આ વર્ષે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીથી ઘરેલું ટૂર્નામેન્ટમાં વાપસી કરી લીધી છે. શ્રીસંત બંને વર્લ્ડ કપ જીતનારી ટીમનો ભાગ હતાં.

કરિયરની જેમ તેમની લવ સ્ટોરી પણ અનોખી છે. તે પોતાની પત્ની ભુવનેશ્વરીને પહેલીવાર સ્કૂલમાં મળ્યાં હતાં. શ્રીસંત અને પાકિસ્તાની ફાસ્ટ બૉલર શોએબ અખ્તર એક કાર્યક્રમમાં મુખ્ય અતિથી બની ભુવનેશ્વરીની સ્કૂલમાં ગયાં હતાં. પહેલી નજરમાં જ ભારતીય ફાસ્ટ બૉલરે ભુવનેશ્વરીને દિલ આપી દીધું હતું, પણ બીજી બાજુથી સારા સમાચાર નહોતાં. ભુવનેશ્વરી તેમને પસંદ કરતી નહોતી. આ વાતનો ખુલાસો ખુદ શ્રીસંતની પત્નીએ એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો.

ભુવનેશ્વરીએ કહ્યું હતું કે, ‘શ્રીસંતના આવવાથી દરેક છોકરીઓ ગાંડાની જેમ ખુશ થઈ ગઈ હતી. મેં કહ્યું મને તો કંઈ સારું લાગતું નથી.’ ભુવનેશ્વરીએ વધુમાં કહ્યું કે, ‘બીજા દિવસે અમે ફરી સ્ટેડિયમમાં મળ્યાં. ત્યાં એકબીજાની નજર એક થઈ હતી, પછી અમે ડિનર પર મળ્યાં હતાં. તેમણે મને પૂછ્યું કે, તમારો નંબર મળી શકશે. તો મેં કહ્યું કે નહીં.’

આ પછી શ્રીસંતે કહ્યું કે, ‘મેં ટિશ્યૂ પેપર પર નંબર લખી આપ્યો હતો. જ્યારે પણ ક્રિકેટમાં સારું પ્રદર્શન કરું મને કોલ કરીને શુભેચ્છા આપી શકો છો. મારી કઝીનને શ્રીસંત પસંદ હતો.તેમણે કહ્યું કે, નંબર લઈ લો અને મને આપી દો. આ નંબરમાં ઝીરો ઘણીવાર હતો તો મારી ફ્રેન્ડે કહ્યું કે, નંબર ખોટો છે. તેના પર મેં કોલ કરી દીધો. પછી ધીરે-ધીરે અમે પોતાનું સુખ-દુખ વહેંચવા લાગ્યાં હતાં. શાયરી સાંભળી હું તેમનાથી ઇમ્પ્રેસ થવા લાગી હતી.’

શ્રીસંતે ભુવનેશ્વરીને વર્ષ 2009માં કહ્યું હતું કે, ‘જો હું વર્ષ 2011માં વર્લ્ડ કપ જીતી ગયો તો હું તારો હાથ માગવા આવીશ. અમે પછી વર્લ્ડ કપ જીતી ગયાં હતાં. આ પછી મારે તેમના ઘરે જવું પડ્યું હતું. પછી લગ્નમાં બે વર્ષ લાગી ગયાં.’

ભુનેશ્વરીની માએ કહ્યું હતું કે, ‘જમાઈ સાહેબ, મારી દીકરી તમને પ્રેમ કરે છે એટલે અમે તમને તેના લાયક સમજીએ છીએ. જેવી રીતે તમે રહેશો તે ખુશ રહેશે. આ અમારા માટે ખૂબ જ સ્પેશિયલ હતું.’