માતા બન્યા પહેલા પત્ની અનુષ્કાએ પતિ કોહલી સમક્ષ રાખી હતી કંઈક આવી શરત! - Real Gujarat

માતા બન્યા પહેલા પત્ની અનુષ્કાએ પતિ કોહલી સમક્ષ રાખી હતી કંઈક આવી શરત!

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના ઘરે નવા મહેમાનની એન્ટ્રી થઈ છે જેન લઈને ઘરમાં હાલ દિવાળી જેવો માહોલ છે. વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યો છે જેની જાણકારી વિરાટ કોહલીએ ટ્વીટ કરીને આપી હતી. ત્યાર બાદ ચાહકોએ તેને અભિનંદનનો વરસાદ કર્યો હતો. જોકે અનુષ્કાએ માતા બનતાં પહેલાં જ પતિ વિરાટની સામે એક શરત રાખી હતી.

અનુષ્કાએ કહ્યું હતું કે, તે પોતાના બાળકનું સાળ-સંભાળ સામાન્ય બાળકોની જેમ જ કરે. તે નથી ઈચ્છતી કે તેમના કામની અસર તેમના બાળક પર પડે. જોકે આ નિર્ણય વિરાટ અને અનુષ્કાએ સાથે મળીને લીધો હતો. બંને નથી ઈચ્છતા કે તેમનું બાળક સેલિબ્રીટી તરીકે મોટું થાય. કોહલીએ કહ્યું હતું કે, મેં અનુષ્કા પાસેથી ઘણી વસ્તુઓ શીખી છે.

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટે કહ્યું કે, છેલ્લા ઘણાં વર્ષમાં મેં અનુષ્કા સાથે રહીને ઘણી વસ્તુઓમાં બદલાવ મહેસુસ કર્યો છે. તે ખુબ ધાર્મિક છે અને મારામાં પણ ઘણા પોઝિટિવ બદલાવ આવ્યા છે. મને ખબર છે કે, આ હંમેશા આવું નહીં રહે એક દિવસ આ પણ ખત્મ થઈ જશે પરંતુ મારો પણ પરિવાર છે.

અનુષ્કાના પતિ વિરાટે કહ્યું કે, તેમને મારી સાથે સમય વિતાવવાનો હક હશે પરંતુ સૌથી પહેલી વાત કે કરિયરથી જોડાયેલી વાતો ઘરે ન થાય. મારી ટ્રોફી અને ઉપલબ્ધિઓ મારા ઘરે ન રહે. મારા બાળકોને ક્યારેય સેલિબ્રીટી હોવાનો એહસાસ ન થાય. આ નિર્ણય મેં અને અનુષ્કા સાથે મળીને લીધો હતો.

અનુષ્કાના પતિ વિરાટે કોહલીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, અમને બંનેને જણાવતાં ખુશી થાય છે કે, આજે બપોરે અમારા ઘરે દીકરી આવી છે. અમે તમારા પ્રેમ અને મંગળકામનાઓ માટે દિલથી આભારી છીએ. અનુષ્કા અને અમારી દીકરી બંને સ્વસ્થ છે અને અમારું આ સૌભાગ્ય છે કે અમને જીવનનું આ ચેપ્ટર અનુભવ કરવા મળ્યું. અમે જાણીએ છીએ કે આ સમયે અમને થોડી પ્રાઇવસીની જરૂર હશે. – સ્નેહ વિરાટ

You cannot copy content of this page