ગુજરાતી ક્રિકેટર ઈરફાન પઠાણ ઘરે બેસીને એવા-એવા કામ કરે છે કે તમને જાણીને આવશે હસવું - Real Gujarat

ગુજરાતી ક્રિકેટર ઈરફાન પઠાણ ઘરે બેસીને એવા-એવા કામ કરે છે કે તમને જાણીને આવશે હસવું

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ લોકડાઉનના કારણે સેલિબ્રિટીથી લઇને ભારતીય ક્રિકેટર હાલ પોતાના પરિવારજનો સાથે સમય વિતાવી રહ્યાં છે. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર ઇરફાન પઢાણ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. તેઓ ટીકટોક પર સતત છવાયેલા રહે છે. હાલમાં જ તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેને ફેન્સ ખુબ જ લાઇક કરી રહ્યાં છે.

આ વીડિયોને શેર કરતાં ઇરફાન પઢાણે લખ્યું કે ઘરનો વાણંદ, વીડિયોમાં દેખાઇ રહ્યું છે કે તેના પિતાને એક ખુરશી પર બેસાડે છે અને પુછે છે કે ખાન સાહેબ જણાવો તમારે શું કરાવવું છે. બાદમાં તેના પિતા કહે છે કે દાઢી કરાવવી છે.

વીડિયોમાં ઇરફાન કહે છે કે આમ તો પિતા બહાર વાણંદ પાસે જઇને પોતાની સેવિંગ કરાવે છે. પરંતુ લોકડાઉનના કારણે તેની પાસે માત્ર એક જ વિકલ્પ બચ્યો છે અને તે હું છું. બાદમાં ઇરફાન પઢાણ પિતાની દાઢી કરવા લાગે છે. થોડા સમય બાદ તે પિતાની સુંદર રીતે દાઢી કરી આપે છે.

બાદમાં તે પોતાના પિતાની અગાઉની અને પછીની તસવીર પણ શેર કરે છે. દાઢી કર્યા બાદ તેના પિતા કહે છે કે ક્રિકેટ નહીં તો કાંઇ નહીં આ પણ ચાલશે. પિતાની વાત સાંભળી ઇરફાન પઢાણ હંસવા લાગે છે.

ઉલ્લેખનીય છે કે ઇરફાન પઢાણ સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે. ખાસ કરીને તેઓ ટીકટોક પર અવાર નવાર વીડિયો બનાવતા નજરે પડી રહ્યાં છે. ઇરફાન પઢાણના અનેક વીડિયો વાયરલ પણ થયા છે અને તેનું ટિકટોક પર ફેન ફોલોઇંગ પણ મોટું છે.

પત્ની સાથે ક્રિકેટર ઇરફાન પઠાણ

You cannot copy content of this page