પિતાના નિધનના એક દિવસ બાદ પુત્ર હાર્દિકે લખી ભાવનાત્મક પોસ્ટ, આ વાંચીને તમે પણ રડી જશો

વડોદરા: શનિવાર વહેલી સવારે ભારતીય ટીમના ખેલાડી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના પિતા હિમાંશુભાઈ પંડ્યાનું હાર્ટ અટેકના કારણે નિધન થયું હતું. આ સમાચાર મળતાં જ કૃણાલ અને હાર્દિક પંડ્યા બન્ને ભાવુક થઈ ગયા હતાં. બન્ને ભાઈઓ ઘરે પહોંચ્યા બાદ મૃત પિતાને જોઈને રડી પડ્યાં હતાં. સગા-સંબંધીઓ બન્ને ભાઈઓને હિંમત આપીને અગ્નિ સંસ્કાર કરાવ્યા હતાં જેની તસવીરો સામે આવી હતી. અગ્નિ સંસ્કાર સમયે પણ હાર્દિક અને કૃણાલ પડ્યાં બન્ને રડી પડ્યાં હતાં. ત્યારે આજે હાર્દિક પંડ્યાએ પિતાના યાદ કરીને એક તસવીરો પોસ્ટ કરી હતી જેમાં ભાવુક પોસ્ટ લખી હતી જે વાંચીને કદાચ તમારી આંખમાં પણ આસું આવી જશે.

હાર્દિક પંડ્યાએ પિતાના નિધનના એક દિવસ બાદ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી. હાર્દિક અને ભાઈ કૃણાલના પિતા હિમાંશુ પંડયાનું હાર્ટ અટેકને કારણે 16 જાન્યુઆરી એટલે શનિવારે વહેલી સવારે નિધન થયું હતું. આ સમાચાર મળતાં જ બન્ને ભાઈઓ તાત્કાલિક ઘરે પહોંચ્યા હતાં.

પિતાને યાદ કરતાં હાર્દિક પંડ્યા ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એક ભાવુક પોસ્ટ શેર કરી હતી જેમાં લખ્યું હતું કે, મારા પિતા, મારા હીરો. તમને ગુમાવી દેવાની વાત સ્વીકારવી જીવનની સૌથી મુશ્કેલ વસ્તુઓમાંથી એક છે. પરંતુ તમે અમારાં માટે એટલી બધી યાદો છોડી છે કે, અમે માત્ર કલ્પના જ કરી શકીએ કે તમે હાસ્ય વેરી રહ્યાં છો.

હાર્દિકે વધુમાં લખ્યું હતું કે, તમારા પુત્રો જ્યાં છે તે તમારી મહેનત અને આત્મવિશ્વાસના કારણે જ છે. હવે આ ઘરમાં તમે ન હોવાથી એન્ટરટેઈનમેઈન્ટ ઓછું થશે. અમે તમને ઘણો જ પ્રેમ કરીએ છીએ અને આગળ પણ કરતાં જ રહીશું. તમારું નામ હંમેશા ટોપ પર રહેશે. મને એક વાતનો ખ્યાલ છે કે, તમે અમને ઉપરથી તેવી રીતે જ જોઈ રહ્યાં છો જે રીતે તમે અહીં જોતાં હતાં.

હાર્દિકે કહ્યું હતું કે, તમને અમારા પર ગર્વ હતો પરંતુ ડેડી અમને બધાંને તે વાત પર ગર્વ છે કે તમે હંમેશા તમારું જીવન જીવ્યા અને માણ્યું. જે રીતે મેં ગઈકાલે કહ્યું હતું કે, એક વખત ફરી કહી રહ્યો છું કે, હું તમને મારા જીવનના દરેક દિવસે, દરરોજ યાદ કરતો રહીશ. લવ યૂ ડેડી.