ટી નટરાજને ડેબ્યૂની સાથે જ બનાવ્યો અનોખો રેકોર્ડ, ભારતનું આવું કરનારા પહેલાં ક્રિકેટર

ઈન્ડિયા-ઓસ્ટ્રેલિયા સીરીઝમાં એક નેટ બોલરનાં રૂપમાં એન્ટ્રી કરનારો ટી નટરાજને આ સમયે ઘણા કારનામા કરીને દેખાડ્યા. તેમણે ફક્ત ટી 20 અને વનડેમાં જ નહી પરંતુ ટેસ્ટમાં પણ ડેબ્યૂની તક મળી હતી. તેની સાથે જ નટરાજન કોઈ પણ એક ફોર્મેટમાં ડેબ્યૂ કરનારા ઈન્ડિયાનાં પહેલાં ખેલાડી બન્યા છે. સાથે જ તેઓ ઈન્ડિયા તરફથી ટેસ્ટ ક્રિકેટ રમનારા 300માં ખેલાડી છે. તે કહેવું ખોટું નથીકે, ગયા વર્ષે આઈપીએલ સ્ટારનાં રૂપમાં ચમકેલાં આ સ્ટાર આગામી ક્રિકેટનું ભવિષ્ય છે. પરંતુ જો તેમની અત્યાર સુધીની સફર પર નજર કરીએ તો તેનું જીવન સંપૂર્ણ સંઘર્ષપૂર્ણ રહ્યુ છે. તો ચાલો જાણઈએ આ ક્રિકેટરની જમીનથી લઈને આકાશ સુધી પહોંચવાની કહાની વિશે.

આવા લોકો દરેક માટે પ્રેરણારૂપ હોય છે, જેઓ ગરીબી અને લાચારીમાંથી નીકળીને સખત મહેનત અને સમર્પણથી તેમના સપનાને સાકાર કરે છે. તેમાંથી એક છે થંગરાસુ નટરાજન, જેમણે પોતાના યોર્કર બોલથી દરેકને પ્રભાવિત કર્યા, સાથે જ એક ઇતિહાસ પણ રચ્યો.

વાસ્તવમાં, ટી નટરાજન ઓસ્ટ્રેલિયા પ્રવાસનો પહેલો ખેલાડી બની ગયો છે જેણે સિરીઝમાં ત્રણેય ફોર્મેટમાં પ્રવેશ કર્યો છે. આ સાથે તે ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટ રમનારો 300મો ખેલાડી બની ગયો છે.

ફક્ત 44 દિવસમાં જ નટરાજન ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં રમ્યો છે. તેની આગળ ન્યુઝીલેન્ડનો પીટર ઇનગ્રામ છે,જેણે ટૂંક સમયમાં 12 દિવસમાં ત્રણેય ફોર્મેટમાં મેચ રમી હતી.

જણાવી દઈએ કે આ સમગ્ર સિરીઝમાં ભારતના ઘણા ખેલાડીઓ ઘાયલ થયા છે. સિડની ટેસ્ટમાં ઈજાગ્રસ્ત થયા બાદ રવિચંદ્રન અશ્વિન અને હનુમા વિહારી ચોથી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે, જ્યારે ઝડપી બોલર જસપ્રિત બુમરાહ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ ઈજાને કારણે ટેસ્ટ રમી શક્યા ન હતા. આને કારણે નટરાજનને ટીમમાં જોડાવાની તક મળી.

ફક્ત 4 મહિનામાં આ ખેલાડીનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. ફક્ત ખેલમાં જ નહી પરિવારમાં પણ લક્ષ્મીનું આગમન થયુ છે, ગયા વર્ષે નવેમ્બરમાં આઈપીએલ દરમિયાન નટરાજન પિતા બન્યો હતો.

પિતા બન્યા પછી, તેનું નસીબ અને મહેનતે રંગ બતાવ્યો અને તામિલનાડુના નાના શહેરના આ 29 વર્ષીય ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક અમિટ છાપ છોડી દીધી.

કહેવાય છેને જો સાચી મહેનત અને લગનથી કોઈ કામ કરવામાં આવે તો સફળતા જરૂર મળે છે. આ વાત નટરાજને સાચી સાબિત કરી બતાવી, કારણ કે એક સમય હતો જ્યારે તેની પાસે બોલ ખરીદવા માટે પૈસા પણ નહોતા.

નટરાજનના પિતા દૈનિક વેતન મજૂર હતા અને તેની માતા રસ્તાની બાજુમાં મુર્ગીઓ વેચતા હતા. પરંતુ આ ખેલાડીની સખત મહેનત અને સમર્પણથી તેના માતાપિતાને વધુ મુશ્કેલી ન થઈ, અને તેની બહેનોએ સારું શિક્ષણ પણ મેળવ્યું.