દીકરીઓને પરણાવાના હતા હોશ પણ એ સપનું પૂરું થાય તે પહેલાં જ મળ્યું મોત

રાજસ્થાનનાં અજમેર જીલ્લામાં એક પરિવાર તેની બંને પુત્રીઓનાં લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતો. આ બધાની વચ્ચે જ રવિવારે ખરાબ સમાચાર આવ્યા, જેમાં એએસઆઈ પિતાનું અકસ્માત બાદ મોત થયુ હતુ. બંને પુત્રીઓ પિતાનો ચહેરો જોઈને આક્રંદ કરી રહી હતી.

પિતાનો ચહેરો જોઈને આક્રંદ કરી રહી છે પુત્રીઓ
વાસ્તવાં, અજમેરનાં ક્રિશ્ચિયન ગંજ પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસ ઉગરા રામનું રવિવારે સવારે મોત નીપજ્યુ હતુ. જણાવી દઈએ કે, 29 ડિસેમ્બરે એએસઆઈ પોતાની બાઇક લઇને ક્યાંક જઇ રહ્યા હતા, તે જ દરમિયાન તેનો ટેમ્પા સાથે અકસ્માત થયો હતો, જેમાં તે ઈજાગ્રસ્ત થયા હતા. જે બાદ તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. પરંતુ 12 દિવસની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું.

જ્યાં પુત્રીઓનું કન્યાદાન થવાનું હતુ, ત્યાં પિતાની અર્થી તૈયાર થઈ રહી
જણાવી દઈએકે, ઉગરા રામની બંને પુત્રીઓનાં લગ્ન 16 ફેબ્રુઆરીએ છે. આવી સ્થિતિમાં પિતાના મોત બાદ પરિવાર તૂટી ગયો હતો. જે આંગણામાં બંને પુત્રીના પિતા કન્યાદાન કરવાનાં હતા, આજે પિતાની ત્યાં અર્થી તૈયાર તઈ રહી છે. આ હ્રદય સ્પર્શી દ્રશ્યો જોઈ રહ્યો છે તેની આંખોમાં આંસુ છે.

દોઢ મહિનની લઈ રાખી હતી રજા
મૃતક ઇન્સ્પેક્ટરના પરિવારજનો સુશીલ ચૌધરીએ જણાવ્યુ કે, તેઓ તેમની બે પુત્રીના લગ્નને લઈને ખૂબ ખુશ હતા. આ માટે ઉગરા રામે 1 જાન્યુઆરીથી રજા લીધી હતી. પરંતુ તે પહેલા તે અકસ્માતના ભોગ બન્યા હતા.