થાળી 60 મિનિટમાં ચપાચપ કરો અને મેળવો બુલેટ, જાણો થાળીની કિંમત અને મેનુ - Real Gujarat

થાળી 60 મિનિટમાં ચપાચપ કરો અને મેળવો બુલેટ, જાણો થાળીની કિંમત અને મેનુ

પુણેના એક રેસ્ટોરન્ટે ધમાકેદાર ઓફર કાઢી છે. જેમાં જમવા આવનાર ગ્રાહક રોયલ એનફીલ્ડ બુલેટ જીતી શકે છે. રેસ્ટોરન્ટ ઓફર કાઢી છે કે જો કોઈ ગ્રાહક 60 મિનિટમાં તેમની એક ‘બુલેટ થાળી’ ખાઈ જશે તેને ઈનામમાં ‘રોયલ એનફિલ્ડ બુલેટ’આપવામાં આવશે. નવાઈની વાત એ છે કે અત્યાર સુધીમાં એક ગ્રાહક આ થાળી ચપાચટ કરીને બુલેટ ઈનામમાં જીતી ચૂક્યો છે.

પુણે શહેરના બહારના વિસ્તારમાં આવેલી ’શિવરાજ હોટેલ’એ આ અનોખી ઓફર શરૂ કરી છે. કોરોનાકાળમાં મંદીમાં માઠી અસર થતા હોટેલે આ ઓફર શરૂ કરી છે. જે ગ્રાહક આખી થાળી એક કલાકની અંદર પૂરી કરે તેને 1.67 લાખની કિંમતનું બ્રાન્ડ ન્યૂ બૂલેટ ઈનામમાં આપવામાં આવે છે.

રેસ્ટોરન્ટની આ ‘બુલેટ થાળી’ નોનવેજ છે .જેમાં 12 રીતની અલગ અલગ ખાવાની વસ્તુ પીરસવામાં આવે છે. થાળીનું વજન 4 કિલો હોય છે. અને એક થાળીની કિંમત 2500 રૂપિયા રાખવામાં આવી છે. થાળી 60 મિનિટ એટલે કે 1 કલાકમાં પૂરી કરવાની રહે છે.

આ થાળીને તૈયાર કરવા માટે રેસ્ટોરન્ટના 55 સભ્યોની મહેનત હોય છે. થાળીમાં ફ્રાય સુરાઈ, ફ્રાય ફિશ, ચિકન, તંદુરી, ડ્રાય મટન, ચિકન મસાલા અને પ્રોન બિરયાની સામેલ છે.

શિવરાજ હોટેલે જમવાની જગ્યાની પાસે 5 બ્રાન્ડ ન્યૂ ચકમતી બુલેટ પણ ઉભી રાખી છે. જેને ગ્રાહકો અંદર જતી વખતે જોઈ શકે છે. હોટેલના મેનુ કાર્ડમાં પણ આ થાળીના બધા નિયમો પહેલા જ આપી દેવામાં આવ્યા છે.

અત્યાર સુધી આ બુલેટ થાળી ફક્ત એક જ વ્યક્તિ પૂરી કરી શક્યો છે. સોલાપુરનો સોમનાથ પવાર નામનો યુવાન એક કલાકની અંદર આ 4 કિલોની બુલેટ થાળી ઝાપટી ચમચકતી બ્રાન્ડ ન્યૂ બુલેટ જીતી ચૂક્યો છે.

8 વર્ષની જૂની શિવરાજ હોટેલે આ પહેલાં પણ અનેક આકર્ષક ઓફર આપી હતી. આ પહેલાં તેમણે રાવણ થાળીની ઓફર કરી હતી. જે 8 કિલોની હતી અને તેને 60 મિનિટમાં ખતમ કરનારને 5000 રૂપિયા રોકડા આપવામાં આવતા હતા.

You cannot copy content of this page