ઠંડીથી બચવા આ પાગલ વ્યક્તિએ એવું કામ કર્યું કે જાણીને તમને નવાઈ લાગશે

શિયાળાની ઋતુમાં લોકો ઠંડી અને શીતલહેરથી બચવા માટે તમામ પગલા લે છે. પરંતુ ઉત્તર પ્રદેશના મહોબા જિલ્લામાં માનસિક રીતે વિકૃત વ્યક્તિએ શિયાળાથી બચવા જે કર્યું તે દરેકના હોશ ઉડાવી દેનારું છે.

મહોબા શહેરના કોતવાલી વિસ્તારના જુના શાકભાજી બજારના પરિસરની બહાર, માનસિક વિકૃત વ્યક્તિએ ઠંડીથી બચવા માટે 500-500ની નોટોમાં આગ લગાવી હતી. બુંદેલખંડ જેવા વિસ્તારમાં જ્યાં ગરીબી જોવા મળે છે, ત્યાં ઘણા લોકો છે જેઓ આવી ઘટનાથી આશ્ચર્યચકિત છે.

આસપાસનાં સફાઈ કામદારોના જણાવ્યા મુજબ આ વ્યક્તિએ કચરાના ઢગલામાં લાખોની રોકડ, 2 એન્ડ્રોઈડ મોબાઇલ અને સોના-ચાંદીના દાગીના સહિત તીક્ષ્ણ હથિયારમાં આગ લગાવી હતી.

કચરાના ઢગલામાં લાખોની રોકડ સળગાવી ચૂકેલા આ માનસિક વિક્ષિપ્ત માણસ હસી રહ્યો છે અને કહી રહ્યો છે કે શું કરુ, મને ઠંડી લાગી તો જે મળ્યુ તેને સળગાવીને શીતલહેરમાંથી છુટકારો મેળવી લીધો.

ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસ આ મામલે અનેક પાસાં ધ્યાનમાં લીધા બાદ તપાસ કરી રહી છે. પણ હવે સવાલ એ ઉભો થાય છે કે આ પાગલ ને ક્યાંથી આટલી રોકડ મળી! પોલીસ અને વહીવટીતંત્ર આ અજીબ ઘટના અંગે કંઇ બોલવા અને મોં ખોલવા તૈયાર નથી.