આ સુંદર કબૂતરો જોઈને તેની કિંમતનો નહીં લગાવી શકો અંદાજ!

અમદાવાદઃ શું તમે આ સુંદર કબૂતરને જોઇને તેની કિંમતનો અંદાજ લગાવી શકો છો? નહીં જ લગાવી શકો કારણ કે આ કબૂતરની કિંમત ખૂબજ મોંઘી છે. આ કબૂતર એટલા મોંઘા છે કે તેને પાળવા સામાન્ય માણસનું કામ નથી. આ કબૂતર કલસરે અને સ્લેટી જીરા પ્રજાતિના છે. કહેવામાં આવે છે કે આ જોડીની કિંમત 7 કરોડ રૂપિયા છે. આ કબૂતર રવિવારે 56માં નસ્લિંગ કબૂતર શોમાં ભાગ લેવા આવ્યા હતા. આ આયોજન શેર એ પંજાબ મહારાજ રણજીત સિંહ પિજન ફ્લાઇંગક એન્ડ બ્રીડ શો ક્લબે કર્યું હતું.

ક્લબના પ્રેસિડન્ટ સરવન સિંહે જણાવ્યું કે આ શોમાં દેશ-વિદેશથી કબૂતરબાજ સામેલ થયા હતા.

તેમણે કહ્યું હતું કે આ કબૂતર મોતી, કસ્તુરી, બદામ, કેસર, દેશી ઘી, માવા વગેરે ખાય છે.

આ કબૂતરની ખાસિયત છે કે તેઓ વગર રોકાયે સતત 15 કલાક સુધી ઉડી શકે છે. આ જોડીની કિંમત અંદાજે 7 કરોડ રૂપિયા કહેવામાં આવે છે.

એટલે કે આટલી કિંમતમાં બ્રિટિશ કંપનીની જાણીતી કાર રોલ્સ રોયસ ઘોસ્ટ સીરિઝની કાર ભારતમાં ખરીદી શકાય છે.

શોમાં વિજેતાઓને ધારાસભ્ય રાજિંદર બેરીએ સમ્માનિત કર્યા હતા.