વલસાડમાં કાર ચાલક દારૂના નશામાં કાર લઈને તિથલ બિચના ટ્રેક પર ચઢી ગયો પછી…..

વલસાડના તિથલ બિચ પર આવેલા વોકિંગ ટ્રેક પર એક યુવાને દારૂના નશામાં કાર દોડાવી મૂકતાં નાસભાગ મચી ગઈ હતી. આજે વહેલી સવારે આ યુવક દારૂના નશામાં પોતાની કાર લઈને ટ્રેક પર ધસી આવ્યો હતો જેના કારણે ટ્રેક પર રહેલા સહેલાણીઓમાં નાસભાગ મચી ગઈ હતી. દારૂના નશામાં કાર ચાલકે પોતાના સ્ટેયરિંગ પરથી કાબૂ ગમાવ્યો હતો ત્યાર બાદ કાર સીધી વોક પર ચઢી ગઈ હતી અને અડધી કાર વોક વે પરથી નીચે લટકી રહી હતી.

આ ઘટનાની તસવીરો સામે આવી છે. પોલીસે આ કાર ચાલકની અટકાયત કરી હતી અને તેની વિરૂદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. કાર ચાલક ફિલ્મી સ્ટાઈલમાં ટ્રેક પર લઈને આવી જતાં પરિવાર સાથે ફરવા આવેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી આ સીન જોઈને લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતાં.

પોલીસ સુત્રો પ્રમાણે, આજે વહેલી સવારે વડોદરા શહેરના માધવપુરમાં રહેતા સચિન વણઝારા નામનો યુવક કાર લઈને એક NRI મહિલાને લઈ ભાડા પર વલસાડ પહોંચ્યો હતો. મહિલાને છોડ્યા બાદ તે વલસાડના જાણીતા તિથલ બિચ પર પહોંચ્યો હતો જ્યાં તેણે દારૂનો નશો કર્યો હતો ત્યાર બાદ તે દારૂના નશામાં ભાન ભૂલી ગયો હતો. યુવકે અચાનક દારૂના નશામાં પોતાની કારનું સ્ટેયરિંગ પરથી કાબૂ ગૂમાવ્યો હતો અને તિથલ બિચ પર આવેલા ટ્રેક પર કાર ચઢાવી દીધી હતી.

દારૂના નશામાં ચાલક પોતાની કાર ટ્રેક પર ચઢાવી દેતાં લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ટ્રેક પર ચઢ્યા બાદ ચાલકે દોડાવી હતી પરંતુ ટ્રેક પૂર્ણ થતાં કાર લટકી રહી હતી. આ ઘટના સર્જાયા બાદ દારૂના નશામાં ચલાવી રહેલા કાર ચાલકની પોલીસ અટકાયત કરી હતી.

આ સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યાર બાદ દારૂના નશો કરીને કાર ચલાવી રહેલા યુવકની અટકાયત કરી હતી અને તેની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.