હવેથી બદલાઈ ગયા છે ટ્રાફિકના નિયમો, જો ચારરસ્તા વચ્ચે પોલીસ અટકાવે તો જાણો શું કરવાનું?

પહેલી ઓક્ટોબરથી ટ્રાફિકના નિયમો બદલી ગયા છે. હવે આપ ટ્રાફિક પોલીસને ડિજિટલ ડોક્ચુમેન્ટસ બતાવીને આગળ વધી શકો છો. હવે વાહન સાથે લાયસન્સ સહિતના બધા જ ડોક્યુમેન્ટની હાર્ડ કોપી સાથે રાખવાની જરૂર નથી.

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે ડિજિટલીકરણને પ્રોત્સાહન આપવા માટે મોટર વાહન નિયમ 1989માં સુધારો કર્યો છે. આ સુધારો 1 ઓક્ટોબરથી લાગૂ થઇ ગયો છે. આ સુધારા બાદ હવે આપને આપના વાહન સાથે વાહનને સંબંધિત જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવાની જરૂર નથી રહેતી.

વાહન ચાલક હવે વાહન સંબંધિત ડોક્યુમેન્ટસ Digi-locker અથવા m-parivahanમાં સ્ટોરેજ કરી શકે છે. જરૂર પડે તો આપ માત્ર ડિજિટલ કોપી બતાવીને શકો છો. હવે હાર્ડ કોપીની માંગણી પોલીસ કર્મી નહીં કરે.

જો આપના વાહન સંબંધિત ડોક્યુમેન્ટસનું ડિજિટલ વેલિડેશન પુરૂ થઇ ગયું હશે તો પણ ફિઝિકલ રીતે ડોક્યુમેન્ટ બતાવવાની જરૂર નહી રહે. આ નિયમમાં એ કેસ પણ સામેલ છે જેમાં નિયમોનું ઉલ્લંઘન કર્યાં બાદ ડોક્યુમેન્ટ જપ્ત કરવાની જરૂર હોય છે.

બદલાયેલા ટ્રાફિક નિયમ મુજબ હવે ટ્રાફિકના નિયમનું પાલન નહી કરનારને ફટકારવામાં આવતો મેમો પણ ડિજિટલ પોર્ટલના માધ્યમથી જ રજૂ કરાશે. ડ્રાઇવિંગ લાયસન્સ કેન્સલ કર્યાં બાદ ડિજિટલ પોર્ટલ પર રિપોર્ટ કરવો પડશે. સરકાર ઇચ્છે છે કે, કોઇ પણ વાહનનું ચેકિંગ વારંવાર ન કરવામાં આવે. આ નિર્ણયથી ડ્રાઇવર્સની પરેશાની પણ ઓછી થશે.

મંત્રાલયે જણાવ્યાં મુજબ નવા નિયમ મુજબ ટ્રાફિક ઉલ્લંઘનના કેસ પર ઓનલાઇન એપડેટ થશે. જેમાં ઓથોરિટીઝ અને ડ્રાઇવરના વ્યવહારને પણ રેકોર્ડમાં રાખવામા આવશે. જેમાં તપાસ સમયે સ્ટેમ્પ, પોલીસ અધિકારીનો યુનિફોર્મ સહિત ઓળખ પત્રનું રિકોર્ડ પણ પોર્ટલ પર અપડેટ થશે. ટ્રાફિકના નવા નિયમ અધિકૃત અધિકારીને પણ લાગૂ પડશે.

આ સાથે એક અન્ય નિયમ પણ ઓક્ટોબરથી બદલી ગયો. મંત્રાલયે ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોનના ઉપયોગના નિયમમાં પણ સુધારો કર્યો છે. ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ કે, હેન્ડહેલ્ડ ડિવાઇસનો ઉપયોગ માત્ર રૂટ નેવિગેશન માટે કરી શકાશે. એટલે કે રૂટ જાણવા માટે જીપીએસનો ઉપયોગ કરી શકાશે. આ સાથે એ પણ ધ્યાન રાખવાનું રહેશે કે, રૂટ નેવિગેશનના સમયે સંપૂણ ધ્યાન ડ્રાઇવિંગ પર જ હોય.

આ સિવાય ડ્રાઇવિંગ સમયે મોબાઇલના ઉપયોગ પર દંડ ભરવો પડશે. ડ્રાઇવિંગ દરમિયાન ફોન પર વાત કરતા ઝડપાયા તો 1000થી માંડીને 5000 સુધીના દંડની જોગવાઇ છે.

નવા નિયમ મુજબ આપ લાયસન્સ, આરસી પણ ઘરે બેઠા ઓનલાઇન બનાવડાવી શકો છો. નવા નોટિફિકેશન મુજબ હવે આધાર કાર્ડનો ઉપયોગ ઓનલાઇન ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે તેમજ લાયસન્સનું નવીનીકરણ કરવા માટે અને ગાડીનું રજિસ્ટ્રેશન તેમજ તેની સાથે જોડાયેલી દસ્તાવેજમાં એડ્રેસ બદલવા માટે થશે.