કોરોનાના દર્દીઓનો જીવ બચાવવા પતિ-પત્ની કરે છે 15-15 કલાક ડ્યુટી, ત્રણ વર્ષના દીકરાનો નથી જોયો ચહેરો

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાના આ સંકટમાં ડોક્ટરો લોકો માટે દેવદૂત બન્યા છે. તેઓ તેમના પરિવારથી દૂર રહી, પોતાના જીવને જોખમમાં મૂકી કોરોના સંક્રમિત દરદીઓનો ઈલાજ કરી રહ્યા છે. રાજસ્થાનનું એક એવું કપલ છે જે 15-15 કલાકની ડ્યૂટી કરી પોતાની ફરજ અદા કરી રહ્યુ છે.

ઉલ્લેખનિય છે કે, આ કોરોના યૌદ્ધા છે પવન કુમાર બાજિયા અને તેમની પત્ની રાજૂ દેવી બંને નર્સ છે. તેઓ રાજધાની જયપૂરની સવાઇ માનસિંહ હોસ્પિટલ (એસએઅએસ) માં 15-15 કલાકની ડ્યૂટી કરી દરદીઓની સેવા કરી રહી રહ્યાં છે. એટલું જ નહીં, તેઓ હોસ્પિટલમાં જ આરામ કરે છે, ઘરે પણ જતાં નથી.

ઉલ્લેખનિય છે કે, નર્સ રાજૂ દેવીની ડ્યૂટી એસએમએસ હોસ્પિટલના કોરોના વોર્ડમાં છે. છેલ્લા ઘણા દિવસોથી બંને પોતાના ત્રણ વર્ષના દીકરાની ચિંતા છોડી કોરોનાના દરદીઓની દેખભાળ કરી રહ્યા છે.

ઘણા દિવસોથી તેઓ પોતાના ઘરે નથી ગયાં. પતિ-પત્ની દિવસોથી તેમના દીકરા અને પરિવારને મળી શક્યાં નથી. તેઓ જણાવે છે કે, અત્યારે તેમનું માત્ર એક જ કામ છે, લોકોના જીવ બચાવવા અને દેશની સેવા કરવી.