આ દેશમાં ટ્રક ડ્રાઈવરને વર્ષે મળે છે 72 લાખ રૂપિયા સેલેરી

બ્રિટનના સુપરમાર્કેટમાં ટ્રક ડ્રાઇવરને જેટલી સેલેરી આપવામાં આવી રહી છે એટલી સેલેરી આપણા દેશમાં ભલભલાં એન્જિનિયરને પણ મળતી નથી. જી, હા આ એકદમ સાચું છે. ત્યાંના એક પ્રમુખ સુપરમાર્કેટમાં માલની ડિલીવરી કરનારા ટ્રક ડ્રાઇવરને 70,000 પાઉન્ડ એટલે કે, 70,88,515 રૂપિયાની વાર્ષિક સેલેરી આપવામાં આવી રહી છે. એટલું જ નહીં તેમને 2000 પાઉન્ડ એટલે કે, લગભગ 2,02,612 રૂપિયાનું બોનસ પણ આપવામાં આવી રહ્યું છે.

ટેસ્કો અને સેન્સબરી જેવી કંપનીઓના રિક્રૂટર્સ ટ્રક ડ્રાઇવરને સારી સેલેરીની ઓફર કરી રહ્યા છે. કેમ કે, ત્યાં રાષ્ટ્રીય સ્તર પર 1,00,000 ડ્રાઇવરોની અછત છે. આ વ્યવસાયમાં અનુભવી લોકો સુપરમાર્કેટના સ્ટોકને બનાવી રાખવા માટે તેમની સેવાઓને બદલે લાખો રૂપિયાના વેતનની લાલચ આપવામાં આવી રહી છે.

17 વર્ષથી ટ્રક ચલાવી રહેલા બેરી નામના એક ટ્રક ચાલકે દાવો કર્યો છે કે, તે એજન્ટો દ્વારા બે વર્ષના અનુબંધ પર 2,000 પાઉન્ડના બોનસ પેપર પર હસ્તાક્ષર કરવા માટે સંપર્ક કરવામાં આવ્યો હતો.

તેમણે જણાવ્યું કે, તેમણે અઠવાડિયામાં પાંચ રાતની ડ્યુટી કરી હતી. જેમાં શનિવાર માટે દોઢ ગણો અને રવિવાર માટે બેગણું મહેનતાણું ચૂકવવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘આ ઉદ્યોગમાં તે ખૂબ જ ચોંકાવનારું વેતન છે.’

ટ્રક ડ્રાઇવરે કહ્યું, ‘મારો અર્થ છે કે, મારા બોસ પણ આટલું કમાતા નથી. તે હકીકતમાં વિકેન્ડ પર સુપરમાર્કેટ ડિલિવરી ડ્રાઇવરોની શોધ કરી રહ્યા છે અને રૂપિયા તેમના માટે કોઈ મહત્ત્વના રહેતાં નથી.’

બૈરીએ કહ્યું કે, ‘જે અજ્ઞાત એજન્સીએ તેમને નોકરીની ઓફર કરી હતી. તેમાં સેન્સબરી અને ટેસ્કો સામેલ હતી. જુલાઈમાં ટેસ્કો સપ્ટેમ્બરના અંત પહેલાં કંપનીમાં સામેલ થવા માટે ટ્રક ડ્રાઇવરોને 1,000 યૂરોનું બોનસ આપવામાં આવી રહ્યું હતું.’

જોકે, તેના પર ફેડરેશન ઓફ હોલસેલ ડિસ્ટ્રીબ્યૂટર્સના મુખ્ય કાર્યકારી જેમ્સ બીએલબીએ ચેતવણી આપી હતી કે, આ સંકટ ઉપભોક્તાઓ માટે કિંમતમાં વધારાને જન્મ આપશે.